ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી
- હવામાન વિભાગે કરી આગાહી
- અરેબિયન સમુદ્રમાં સર્ક્યુલેશન સર્જાતા વરસાદની શક્યતા
- રાજ્યમાં સોમવારે અનેક જિલ્લામાં વરસ્યો વરસાદ
- કચ્છના મુન્દ્રામાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ
- જાફરાબાદ, વિસાવદર, કલ્યાણપુરમાં 2.5 ઈંચ વરસાદ
- વંથલી, ધોરાજી, દેવભૂમિ દ્વારકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો
અમદાવાદઃ રાજ્યમાં આગામી 3 દિવસ સુધી અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત અને અરેબિયન સમુદ્રમાં સર્ક્યુલેશન સર્જાયું છે. જેના પગલે મંગળવારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.
આ ઉપરાંત બુધવારે વલસાડ, દમણમાં તેમજ ગુરુવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ અને શુક્રવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા ઉપરાંત મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.