ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત પરથી વરસાદનું સંકટ ટળ્યું, વેલમાર્ક ડીપ ડિપ્રેશન હવે લૉ પ્રેશરમાં ફેરવાયું - વેલમાર્ક ડીપ ડિપ્રેશન

અરબ સાગરમાં તૈયાર થયેલું વેલમાર્ક ડીપ ડિપ્રેશન નબળું પડ્યું છે. વેલમાર્ક હવે લો પ્રેશરમાં ફેરવાયું છે. જેના કારણે હવે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોને બાદ કરતાં સમગ્ર ગુજરાત પરથી વરસાદનું સંકટ ટળ્યું છે.

ગુજરાત પરથી વરસાદનું સંકટ ટળ્યું, વેલમાર્ક ડીપ ડિપ્રેશન હવે લૉ પ્રેશરમાં ફેરવાયું
ગુજરાત પરથી વરસાદનું સંકટ ટળ્યું, વેલમાર્ક ડીપ ડિપ્રેશન હવે લૉ પ્રેશરમાં ફેરવાયું

By

Published : Oct 19, 2020, 3:34 PM IST

  • વેલમાર્ક ડીપ ડિપ્રેશન ફેરવાયું લૉ પ્રેશરમાં
  • આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયાં વરસાદની આગાહી
  • રાજ્યના મોટા ભાગમાં ચોમાસાની સિઝન પૂર્ણ થઇ

    અમદાવાદઃ વેલમાર્ક લૉ પ્રેશરમાં ફેરવાતાં હવે આગામી 3 દિવસ દરમ્યાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પાડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે આપેલી આગાહી પણ પરત લેવાઈ છે. વેલમાર્ક લૉ પ્રેશરમાં ફેરવાતાંની સાથે જ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ચોમાસાની પૂર્ણાહૂતિ થઇ ચૂકી છે. ફક્ત દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાંથી ચોમાસાની પૂર્ણાહૂતિ બાકી છે, જે આગામી દિવસોમાં થઈ જશે.
    હવે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોને બાદ કરતાં સમગ્ર ગુજરાત પરથી વરસાદનું સંકટ ટાળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details