- રેલવે અને રાજ્ય સરકારના સોગંદનામામાં વિરોધાભાસ
- બ્રોડગેજ લાઇનનો પ્લાન પડતો મૂકાયો
- વધુ સુનાવણી 22 ડિસેમ્બરે યોજાશે
અમદાવાદ:ગીરમાં સિંહો (Death of Lions in Gir )ની સલામતીને ધ્યાનમાં રાખી બ્રોડગેજ લાઇન અને તેના ઇલેક્ટ્રિફિકેશન થવાને લઇ કોર્ટમાં હાથ ધરાયેલી સુઓમોટો (GUJARAT HIGH COURT SUO MOTO ) ઉપર આજે સુનાવણી થઈ હતી. કોર્ટ મિત્ર હેમાંગ શાહે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકાર અને રેલવે ઓથોરિટી દ્વારા રજૂ કરાયેલા સોગંદનામામાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એક તરફ રેલવે સોગંદનામામા કહી રહી છે કે, તેઓ નેરોગેજ લાઈનને બ્રોડગેજ લાઈનમાં ડેવલપ કરવાના પ્રોજેક્ટ્સ (Broad gauge line plan dropped) ઉપર આગળ કાર્યવાહી નહીં કરે. જ્યારે બીજી તરફ રાજ્ય સરકાર કહે છે કે, હજી પ્રપોઝલ વિચારાધીન છે અપડેશન માટેની પ્રપોઝલને મંજૂરી મળી નથી.
રેલવે ઓથોરિટી દ્વારા કરાઇ રજૂઆત
સુનાવણી દરમિયાન પશ્ચિમ રેલવેના ડીવીઝનલ મેનેજર હાઈ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં વિસાવદરથી તલાલા વચ્ચેની રેલવે લાઈનને બ્રોડગેજ લાઇન કરવાનો પ્લાન પડતો મૂકવામાં આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. તેમજ સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડ અને અન્ય ઓથોરિટીની મંજૂરી ન મળે ત્યાં સુધી પ્લાન પડતો મુકાયો હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.