અમદાવાદ: કોરોના વાઈરસને કારણે અપાયેલા લોકડાઉનના પડકારજનક સમયમાં પશ્ચિમ રેલવેએ વિવિધ ક્ષેત્રોમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા કાર્ય, સમર્પણ અને સખત મહેનતની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
રેલવે કર્મીએ તડકામાં બાળકોને નવા ચપ્પલ પહેરાવ્યાં, માનવતા મહેકી - શ્રમિક સ્પેશિયલ ટ્રેન
કોરોના વાઈરસને કારણે અપાયેલા લોકડાઉનના પડકારજનક સમયમાં પશ્ચિમ રેલવેએ વિવિધ ક્ષેત્રોમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા કાર્ય, સમર્પણ અને સખત મહેનતની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
વેસ્ટર્ન રેલવે કર્મીઓ દ્વારા 1.59 લાખ માસ્ક અને 20 હજાર લિટર સેનિટાઈઝરનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 5.92 લાખ જરૂરિયાતમંદ લોકોને ભોજનની મદદ આપવામાં આવી છે. આ સમસ્ત કાર્યમાં મહેસાણા રેલવે સ્ટેશનના ઉપ મુખ્ય ટિકિટ નિરીક્ષક ગોપાલ પ્રસાદ દ્વારા મહેસાણાથી બિહાર જતી શ્રમિક વિશેષ ટ્રેનમાં પરપ્રાંતિય મજૂરોના બાળકો જે ખુલ્લા પગે પ્રચંડ ગરમીમાં ચાલતા હતા. તેમનાથી તે જોવાયું નહીં અને આ બાળકોને નવા ચપ્પલની ભેટ આપીને તેમને ખુશ કરી દીધા હતા.
મહેસાણા રેલવે સ્ટેશનના કર્મચારીના આ સારા કાર્યની નોંધ વેસ્ટર્ન રેલવે અને અમદાવાદ રેલવે મંડળના ડિસ્ટ્રીક રેલવે મેનેજર દ્વારા લેવાઈ હતી. તેમને ગોપાલ પ્રસાદના કામને બિરદાવવા તેમના ફોટા સાથે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને ગોપાલ પ્રસાદના કામ પર ગર્વ વ્યક્ત કર્યો હતો.