ગુજરાત

gujarat

ETV Bharat / city

ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ગત વર્ષ કરતા રેલવેમાં લોડિંગ અને ભાડાની આવક વધી - કોવિડ-19નો ફાયદો

ગત વર્ષની સરખામણીમાં ભારતીય રેલવેએ આ વર્ષે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં સારી આવક કરી છે. ગત વર્ષ કરતા આ વર્ષે કમાણી અને લોડિંગ મામલે રેલવેના આંકડા વધુ જોવા મળ્યા છે.

ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ગયા વર્ષ કરતા રેલવેની લોડિંગ અને ભાડાની આવક વધી
ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ગયા વર્ષ કરતા રેલવેની લોડિંગ અને ભાડાની આવક વધી

By

Published : Oct 10, 2020, 4:56 PM IST

અમદાવાદઃ ગત વર્ષે ઓક્ટોબરની સરખામણીમાં આ મહિને 18 ટકા વધુ લોડિંગ કરવામાં આવ્યું છે. જ્યારે નૂરમાંથી આવક પણ ગયા વર્ષ કરતા આ વર્ષે વધીને રૂ. 250.71 કરોડ થઈ છે.

ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ગયા વર્ષ કરતા રેલવેની લોડિંગ અને ભાડાની આવક વધી

08 ઓક્ટોબર 2020 સુધીમાં ભારતીય રેલવેનું લોડિંગ 26.14 મિલિયન ટન હતું. જે પાછલા વર્ષના લોડિંગ 22.1 મિલિયન ટનની સરખામણીમાં 18 ટકા વધુ છે. આ સમયગાળામાં ભાડા લોડિંગના માધ્યમથી ભારતીય રેલવેએ રૂ. 2477.07 કરોડ આવક મેળવી છે, જે રૂ. 250.71 કરોડ તે જ સમયગાળા માટે ગયા વર્ષની કમાણીની સરખામણીમાં રૂ. 2226.36 કરોડ વધુ છે. લોડિંગને વધારવા અને તમામ સ્તરે બધા હિસ્સેદારો વચ્ચે સંકલન વધુ સુધારવા સેક્ટરની વિશિષ્ટ મીટિંગો યોજવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન રેલવે દ્વારા સિમેન્ટ, કોલસા પાવર, સ્ટિલ, આયર્ન ઓર, ઓટોમોબાઈલ્સના ઉદ્યોગ અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. રેલવે નૂરને ખૂબ જ આકર્ષક બનાવવા ભારતીય રેલવેમાં સંખ્યાબંધ છૂટ પણ આપવામાં આવી રહી છે.

ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ગયા વર્ષ કરતા રેલવેની લોડિંગ અને ભાડાની આવક વધી

08 ઓક્ટોબર 2020 સુધીમાં ભારતીય રેલવેનું ભારણ 26.14 મિલિયન ટન હતું, જેમાં 11.47 મિલિયન ટન કોલસો, 3.44 મિલિયન ટન આયર્ન ઓર, 1.28 મિલિયન ટન અનાજ, 1.5 મિલિયન ટન ખાતર અને 1.56 મિલિયન ટન સિમેન્ટનો સમાવેશ થાય છે. ભારતીય રેલવેએ કોવિડ-19નો ઉપયોગ તમામ કાર્યક્ષમતા અને પ્રદર્શનમાં સુધારો કરવાની તકમાં કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details