અમદાવાદ: અમદાવાદ સ્થિત ઈન્ટિગ્રેટેડ કોચિંગ ડેપો સાબરમતીના આર.જી રાઠોડ સિનિયર સેક્શન એન્જિનિયર, સુહાસ ચૌહાણ ટેક્નિશિયન અને મેઘનાથ આર કાર્પેન્ટરના કુશળ હાથ વડે અલ્ટ્રાવાયોલેટ સેનિટાઈઝિંગ મશીન બનાવવામાં આવ્યું છે, જેમાં રોજિંદા ઓફિસના કામ માટે ઉપયોગમાં લેવાતી ફાઇલો, કાગળો, સ્ટેશનરી મેગેઝિન વગેરેને સેનેટાઇઝ કરી શકાય છે.
અમદાવાદના રેલવે કર્મચારીઓએ અલ્ટ્રાવાયોલેટ સેનિટાઈઝિંગ મશીન અને તાપમાન પરીક્ષણના ઉપકરણો બનાવ્યા આ મશીન અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ પદ્ધતિના આધારે કાર્ય કરે છે. જેમાં યુવી ટ્યુબ (સી-વર્ગ), SMPS - એડેપ્ટર, ચોક, ઓટોમેટિક કટ ઓફ સ્વીચ અને એક લાકડાના બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એક વિદ્યુત સંચાલિત મશીન છે જેમાં યુવી ટ્યુબ્સ હોય છે જે 45 થી 60 સેકંડમાં વસ્તુઓને 360 સેનિટાઇઝિંગ માટે કરવામાં સક્ષમ છે. આ મશીન દ્વારા રેલવે કર્મચારીઓમાં કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતું અટકાવવામાં ફાયદો થશે. આ સાધનના નિર્માણ માટે 4500 રૂપિયા ખર્ચ થયો છે.
આ જ ક્રમમાં વટવા ડીઝલ શેડના રેલ્વે કર્મચારીઓએ પણ એક ટેમ્પરેચર ટેસ્ટિંગ અને રેકોર્ડિંગ સાધનો બનાવ્યા છે. આ સાધનમાં એક OLED ડિસ્પ્લે છે જેમાં ત્વરિત તાપમાન, સમય અને તારીખ પ્રદર્શિત થાય છે.જો કોઈ વ્યક્તિનું ટેમ્પરેચર 100 ° F કરતા વધારે હોય, તો ઓડિયો વિઝ્યુઅલ સાંભળવામાં આવે છે અને ડિવાઇસમાં એક એસ.ડી. કાર્ડ છે, જેમાં એક્સેલ ફોર્મેટમાં ડેટા સુરક્ષિત રહે છે.જે ભવિષ્યમાં કોઈપણ સમયે કમ્પ્યુટર દ્વારા જોઈ શકાય છે. આ 230 વોલ્ટની વિદ્યુત સંચાલિત ડિવાઇસ છે જે બેટરીથી પણ ચલાવી શકાય છે. કોઈપણ વ્યક્તિ જે તાવથી પીડિત હોય તેને આ સાધનથી ઓળખી શકાય છે અને શેડના કર્મચારીઓને કોરોના વાઇરસના ચેપથી સુરક્ષિત કરવામાં આવશે.
વિભાગીય રેલવે મેનેજર દિપકકુમાર ઝા એ કર્મચારીઓની આ નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી પર આનંદ વ્યક્ત કરતા આ આખી ટીમને યોગ્ય એવોર્ડ આપવાની જાહેરાત કરી છે.