ગુજરાત

gujarat

ETV Bharat / city

માલ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે રેલવેની નવી પહેલ - રેલવે બોર્ડ દ્વારા વેપારીઓને માલ પરિવહન પર છૂટ

હાલ કોરોના વાઇરસ મહામારીને કારણે રેલવેને રાજસ્વ ખૂબ જ ઓછું મળી રહ્યું છે. ત્યારે રેલવે દ્વારા ફ્રેટ કસ્ટમર્સ સાથે માલ પરિવહનના વિકાસ માટે માટે મંડળ સ્તર પર બિઝનેસ ડેવલપમેન્ટ યૂનિટની સ્થાપના કરવામાં આવી છે. જે સતત વ્યાપારીઓના સંપર્કમાં રહેશે તથા નવી કોમોડિટીના પરિવહનના માધ્યમથી રેલ રાજસ્વમાં વધારો કરશે.

માલ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે રેલવેની નવી પહેલ
માલ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે રેલવેની નવી પહેલ

By

Published : Aug 6, 2020, 5:58 PM IST

અમદાવાદ: ભારતીય રેલવેને હાલ કોરોના વાઇરસની પરિસ્થિતિને લઇને આવક ખૂબ જ ઓછી થઇ રહી છે. જેને પગલે વેપારીઓ કે જેઓ રેલવે દ્વારા તેમનો માલનું પરિવહન કરતા હોય તેવા લોકોને થોડેક અંશે વ્યવહારોમાં છૂટછાટ આપી માલ પરિવહનને પ્રોત્સાહન આપવા માટેની નવી પહેલ કરવામાં આવી છે.

જે નીચે મુજબ છે

  • પેટ કોકના પરિવહન માટે દરેક પ્રકારના માલ ડબ્બામાં વહનક્ષમતાને 2થી 5 ટન (માલ ડબ્બાની શ્રેણી અનુસાર) સુધી ઓછી કરવામાં આવી.
  • ઔદ્યોગિક ઉપયોગ માટે મીઠા પરિવહનમાં ચાર્જેબલ ક્લાસમાં પરિવર્તન કરીને તેને સરળ બનાવવામાં આવ્યું છે. ક્લાસ 120થી ઓછું કરીને 100 કરવામાં આવ્યું છે. જે મિતવ્યયી હોવાની સાથે ખુલ્લા વેગનોમાં લોડિંગની અનુમતિ પણ આપવામાં આવી છે.
  • 4 ઓગસ્ટથી 30 એપ્રિલ 2021 સુધી લોડ કરવામા આવેલા કન્ટેનર રેકોના હોલેજ ચાર્જીસ 5 ટકા સુધી ઓછા કરવામાં આવ્યા છે. ખાલી અન્ડરફ્રેમ કન્ટેનર રેકોના પરિવહનમાં પહેલાથી જ 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
  • ફ્લેટ અને ખુલ્લા વેગનો તથા ક્લાસ LR-1 ના અંતર્ગત ઓપન અને બંધ વેગનોમાં લોડ કરવામાં આવનાર ફ્લાય એશના લોડિંગમાં 40 ટકા ની છૂટ આપવામાં આવી છે.
  • 18 મે થી 31 ઓક્ટોબર 2020 સુધી કન્ટેનર ટ્રાફિક માટે સ્ટેબલિંગ ચાર્જીસ વસુલવામાં નથી આવી રહ્યો.

આ દ્વારા રેલવેને આશા છે કે, આ પ્રકારની યોજનાઓથી વેપારીઓ તેમના માલનું રેલવે દ્વારા ટ્રાન્સપોર્ટ કરશે. તેથી રેલવે અને વેપારીઓ એમ બંનેને ફાયદો થશે.

ABOUT THE AUTHOR

...view details