- ગુજરાત કોંગ્રેસમાં ફેરફારના એંઘાણ
- અગ્રણી નેતાઓને દિલ્હીનું તેડું
- નેતૃત્વ મજબૂત કરવાનું મનોમંથન
ન્યૂઝ ડેસ્ક: ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)માં મોટા ફેરફારના એંધાણ સ્પષ્ટ પણે જોવાઇ રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી (Assembly by-elections)માં કોંગ્રેસનો દેખાવ એકદમ નબળો જોવા મળી રહ્યો છે. તે જોતા કોંગ્રેસ હાઇકમાન્ડ ગુજરાત કોંગ્રેસમાં મજબૂત નેતૃત્વને લઈને સતત મનોમંથન કરી રહ્યું છે, ત્યારે હાલ ગુજરાતના પ્રભારી રઘુ શર્મા, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, અનિત ચાવડા (પૂર્વ અધ્યક્ષ) સહિતના ધારાસભ્યો 12 તુઘલખ લેન પહોંચ્યા છે. આ ઉપરાંત, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ બિહાર ચૂંટણી પ્રચાર માટે રવાના થયા છે.
ગુજરાત કોંગ્રેસના નેતાઓની રાહુલ ગાંધી સાથે બેઠક, હાર્દિક પટેલ બિહાર જવા રવાના નેતાઓ બિહાર પટના જવા રવાના
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદ માટે પસંદગી કરવાની છે, ત્યારે રાહુલ ગાંધી સાથે હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ બેઠક કરી હતી. જે પુર્ણ થતા બન્ને નેતા બિહાર પટના જવા રવાના થયા હતા. પ્રમુખ પદ માટે ત્રણ નામો સામે આવ્યા છે. જેમાં ભરતસિંહ સોલંકી પ્રથમ સ્થાને, શક્તિસિંહ ગોહિલ બીજા સ્થાને, જગદીશ ઠાકોર ત્રીજા સ્થાને છે. જોકે શક્તિસિંહ ગોહિલનુબનામ પ્રદેશ પ્રમુખ તરીકે લગભગ નક્કી છે એવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. એવી પણ માહિતી મળી છે કે હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ નહિ બની શકે અને તે કેમ્પઇનિંગ કમિટીના ચેરમેન બની શકે છે. જોકે આ બાબતે 2- 3 દિવસમાં નિર્ણય થઈ શકે છે.
ગુજરાત કોંગ્રેસના નેતાઓની રાહુલ ગાંધી સાથે બેઠક દિલ્હી ખાતે બેઠકનું આયોજન
આ અંગે શુક્રવાર ઓક્ટોબરની 22મી તારીખે નવી દિલ્હી કોંગ્રેસ મુખ્યાલયમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસમાં પરિવર્તન અંગે નિર્ણય લેવાઈ શકે છે. રાહુલ ગાંધીએ બોલાવેલા ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે પર્સનલ વન ટુ વન બેઠક કરશે. આ બેઠકમાં ગુજરાતમાં કોંગ્રેસનું આવનારું માળખું કેવું હશે અને કેવું હોવું જોઈએ એ બાબતે ગુજરાતના નેતાઓના મંતવ્યો લેવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં કોંગ્રેસની હાલની સ્થિતિ અને રાજકીય શક્યતાઓ વિશે ચર્ચા થશે. ગુજરાતમાં કયા પ્રકારના બદલાવ કરી શકાય અને પરિણામલક્ષી કામગીરી બાબતે મંતવ્યો મેળવાશે.
ગુજરાત કોંગ્રેસના નેતાઓની રાહુલ ગાંધી સાથે બેઠક, હાર્દિક પટેલ બિહાર જવા રવાના કોંગ્રેસના અગ્રણી નેતાઓને હાજર રહેવા સૂચના
આ બેઠકમાં ગુજરાતના પ્રભારી અને રાજસ્થાનના આરોગ્યપ્રધાન રઘુ શર્માને પણ હાજર રહેવા હાઇકમાન્ડે સૂચના આપી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, જગદીશ ઠાકોર, નરેશ રાવલ અને શૈલેષ પરમાર સહિતના નેતાઓ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સમક્ષ હાજર રહેશે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાન અને પંજાબને કારણે પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ એમાં વ્યસ્ત હોવાને કારણે ગુજરાત માટે નિર્ણય નહોતા લઈ શકતા. કોંગ્રેસના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી ડૉ. રઘુ શર્માએ દિલ્લી હાઇકમાન્ડને થોડા દિવસ પહેલા આપેલા ગુજરાત રાજકારણના રિપોર્ટને લઈ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને તાબડતોબ દિલ્હીનું તેડું આવ્યું છે.
આ પણ વાંચો: 'સૂડી વચ્ચે સોપારી' જેવી કોંગ્રેસ હાઈકમાન્ડની હાલત, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ કોને બનાવવા તેની અવઢવમાં
આ પણ વાંચો: શું UPમાં માઇનોરિટી પૉલિટ્કિસનો આવી ગયો છે અંત? જાણો સપા-કોંગ્રેસ કેમ નથી ઉઠાવી રહ્યા મુસલમાનોના પ્રશ્નો