ગુજરાત

gujarat

ETV Bharat / city

5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી આવશે અમદાવાદ, ગુજરાત કોંગ્રેસે જાહેર કર્યા મહત્વના કાર્યક્રમો - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ઉત્સાહનું ઇંધણ પૂરવા માટે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. 5 સપ્ટેમ્બરે ઉમેદવાર પસંદગીને લઇને ગુજરાત કોંગ્રેસમાં ગતિવિધિઓ તેજ બની રહી છે તેવામાં રાહુલ ગાંધી પ્રથમ યાદી ફાઈનલ કરાવવા આવી રહ્યાં હોય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. 5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી આવશે અમદાવાદ , Rahul Gandhi to visit Gujarat on September 5 , Gujarat Assembly Election 2022 , Gujarat Congress candidate first list

5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી આવશે અમદાવાદ, ગુજરાત કોંગ્રેસે જાહેર કર્યા મહત્વના કાર્યક્રમો
5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી આવશે અમદાવાદ, ગુજરાત કોંગ્રેસે જાહેર કર્યા મહત્વના કાર્યક્રમો

By

Published : Aug 26, 2022, 4:50 PM IST

Intro:ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 નજીક આવી રહી છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયાર શરૂ કરી દીધી છે. તો બીજી તરફ હાલ દિલ્હીથી મોટા નેતાઓના ગુજરાત પ્રવાસ વધ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે આજે ચૂંટણી માટે ત્રણ મોટા કાર્યક્રમની જાહેરાત કરી હતી. તો ગુજરાત કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી માટે 15 સપ્ટેમ્બર પહેલા ઉમેદવારની જાહેરાત કરશે તેવું પણ જણાવ્યું છે.

વિધાનસભા ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જલ્દી જાહેર કરશે

5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી આવશે અમદાવાદઆમ આદમી પાર્ટી પછી વિધાનસભા ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જલ્દી જાહેર કરશે. 15 સપ્ટેમ્બર પહેલા ગુજરાત કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારની યાદી જાહેર કરી શકે છે. જે પહેલા 5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી અમદાવાદ આવશે. 5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીનો સંવાદ કાર્યક્રમ યોજાશે. તો બીજી તરફ ગુજરાતમાં 1500 આગેવાનોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો કોંગ્રેસ માંથી ગુલામ નબી આઝાદે આપ્યું રાજીનામું

ગુજરાત કોંગ્રેસના નેતાઓ કરશે આ કામગુજરાત કોંગ્રેસના નેતાઓ આગામી 24,25,26 સપ્ટેમ્બર ચલો ઘર ઘરના નારા સાથે રાજ્યના 52 હજાર બૂથ પર જઈ પ્રજાને જાગૃત કરશે, 10 સપ્ટેમ્બરે 4 કલાક ગુજરાત બંધની જાહેરાત કરવામાં આવી છે. બેરોજગારી અને મોંઘવારીને લઇને ગુજરાત કોંગ્રેસે 10 સપ્ટેમ્બરે સવારે 8થી 12 વાગ્યા સુધી ગુજરાત બંધની જાહેરાત કરી છે.

આ પણ વાંચો રાહુલ ગાંધીએ બિલ્કિસ બાનો કેસને લઇને કર્યું ટ્વિટ

આવતીકાલે ગુજરાત કોંગ્રેસ દેખાવો કરશેઆવતીકાલે 27 ઓગસ્ટે તમામ તાલુકા મથકે બેરોજગારી અને મોંઘવારીને લઇને ગુજરાત કોંગ્રેસ દેખાવ કરશે. દિલ્હીના રામલીલા મેદાનમાં 4 સપ્ટેમ્બરે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. 24થી 26 સપ્ટેમ્બર સુધી ઘરે ઘરે જવાનું અભિયાન પણ હાથ ધરવામાં આવશે. Rahul Gandhi to visit Gujarat on September 5 , Gujarat Assembly Election 2022 , Gujarat Congress candidate first list , 5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી આવશે અમદાવાદ , ગુજરાત કોંગ્રેસે જાહેર કર્યા મહત્વના કાર્યક્રમો , ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 , ગુજરાત કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી

ABOUT THE AUTHOR

...view details