- આગામી દિવસોમાં રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી શક્યતા
- ગુજરાત કોંગ્રેસમાં મજબૂત નેતૃત્વ માટે આવી શકે છે ગુજરાત
- ઑકટોબરમાં મળશે કોંગ્રેસ સંયોજકની બેઠક
અમદાવાદ: આગામી દિવસોમાં રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત ભાજપે ગુજરાતમાં સત્તા પરિવર્તન કર્યું છે તો બીજી તરફ કોંગ્રેસે પંજાબમાં પોતાની સરકારનું સત્તા પરિવર્તન કર્યું છે. કોંગ્રેસે ભાજપના પરિવર્તનના નિર્ણય બાદ પંજાબમાં સત્તા પરિવર્તનનું મન બનાવ્યું હતું તેવું લાગી રહ્યું છે. વળી સત્તાધારી પક્ષ સાથે કોંગ્રેસના નેતાઓની સાંઠગાંઠ પણ આંખે ઉડીને આવે તેવી છે, જેના કારણે ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળમાંથી પરિવર્તનની જરૂર દેખાઈ રહી છે.
ઑક્ટોબરમાં સંયોજક દળની બેઠક
આગામી ઑક્ટોબર મહિનામાં કોંગ્રેસની સંયોજક દળની બેઠક મળવાની છે. આ બેઠકમાં ભાગ લેવા માટે થઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાઓને લઇને અનેક અટકળો ચાલી રહી છે. આવામાં કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ કઠોર નિર્ણય કરી શકે છે. બીજી તરફ પંજાબમાં આંતરિક વિખવાદાના કારણે કોંગ્રેસ હાઇકમાન્ડે સત્તા પરિવર્તન કર્યું છે, ત્યારે હવે ગુજરાત કોંગ્રેસની કમાન પણ યુવા નેતાઓને સોંપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.