અમદાવાદ/દાહોદઃકૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે દાહોદના પ્રવાસે (Rahul Gandhi Gujarat Visit) પહોંચ્યા હતા. અહીં તેમણે નવજીવન કૉલેજ ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધિત (Rahul Gandhi address Tribal Satyagraha Rally) કરી હતી. કૉંગ્રેસનો નિર્ધાર જળ, જંગલ, જમીનનો અધિકારના સૂત્ર સાથે આ રેલીનું આયોજન (Rahul Gandhi address Tribal Satyagraha Rally) કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રેલીના સ્થળ ઉપસ્થિત રહ્યા હતા.
રાહુલ ગાંધીનું સંબોધન-કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, આજની આ રેલી જાહેર બેઠક નથી, પરંતુ આ રેલી એક આંદોલન અને સત્યાગ્રહની શરૂઆત (Rahul Gandhi on PM Modi) છે. આજે દેશમાં 2 ભારત છે. એક અમીરોનું ભારત, જેમાં કેટલાક લોકો જ છે. મોટા મોટા અબજોપતિ, બ્યૂરોક્રેટ્સ, જેમની પાસે સત્તા, ધન, અહંકાર છે. અને બીજું ભારત ભારતની સામાન્ય જનતાનું છે. જોકે, કૉંગ્રેસ 2 ભારત નથી ઈચ્છતી. અમને એક જ ભારત જોઈએ છે. તેમાં તમામ લોકોનો આદર થવો જોઈએ. સૌને તક મળવી જોઈએ. સૌને શિક્ષણ મળવું જોઈએ.
આંદોલન માટે નથી મળતી મંજૂરી -રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ ચૂંટણી જીતશે તો તાપી પાર રિવર લિન્ક યોજના (Rahul Gandhi on Par Tapi Narmada Riverlink Project) બંધ કરશે. ભાજપ સરકાર સામાન્ય જનતાને કંઈ નહીં આપે. ગુજરાતમાં આંદોલન માટે પણ મંજૂરી નથી મળતી. આદિવાસીઓએ હવે કૉંગ્રેસ સાથે મળીને સંઘર્ષ કરવો પડશે. ભાજપની સરકાર તમને આપશે નહીં તમારાથી છીનવી લેશે. અને તમારે તમારો હક છીનવવો પડશે.
યુવાનોએ સચ્ચાઈ માટે લડવા આગળ આવવું પડશેઃ રાહુલ ગાંધી - આજે 2થી 3 લોકો જ સરકાર ચલાવે છે. જનતા ડરેલી છે. આખો દિવસ મીડિયા પર એક જ ચહેરો દેખાય છે તે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (Rahul Gandhi on PM Modi). મીડિયામાં પણ સચ્ચાઈ નથી દેખાઈ રહી. જોકે, હવે યુવાનોએ સચ્ચાઈ માટે ડર્યા વગર લડવું પડશે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, આગામી સમયમાં ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર બનશે. અને આ આંદોલન પછી તે સરકારમાં આદિવાસીઓની સરકાર હશે. તેમના ધારાસભ્યો હશે અને જે આદિવાસીઓને જોઈએ તે જ કૉંગ્રેસની સરકાર કરશે. આદિવાસીઓના જળ, જંગલ અને જમીનની સુરક્ષા કૉંગ્રેસ સરકાર કરશે.