ગુજરાત

gujarat

ETV Bharat / city

Rafiq Meman remand denied : IAS કે રાજેશના વચેટિયા રફીક મેમણને કોર્ટે રીમાન્ડ પર કેમ ન સોંપ્યો તે જાણો - આઈએએસ અધિકારી કે રાજેશ પર સીબીઆઈ દરોડા કેસ

સીબીઆઈ દ્વારા આઈએએસ કે રાજેશ (CBI Raid case on Gandhinagar IAS Officer k Rajesh) પર ગેરરીતિ બાબતે દરોડામાં વચેટિયા રફીક મેમણને પકડીને રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે શા માટે (Rafiq Meman remand denied) જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો તે જાણો આ અહેવાલમાં.

Rafiq Meman remand denied : IAS કે રાજેશના વચેટિયા રફીક મેમણને કોર્ટે રીમાન્ડ પર કેમ ન સોંપ્યો તે જાણો
Rafiq Meman remand denied : IAS કે રાજેશના વચેટિયા રફીક મેમણને કોર્ટે રીમાન્ડ પર કેમ ન સોંપ્યો તે જાણો

By

Published : May 21, 2022, 8:23 PM IST

અમદાવાદ- ગુજરાતના આઈએએસ અધિકારી કે રાજેશના કેસમાં (CBI Raid case on Gandhinagar IAS Officer k Rajesh) સીબીઆઇએ તેના સાગરીત રફીક મેમણને સીબીઆઈએ (cbi court )કોર્ટમાં રજૂ કર્યો હતો અને વધુ રિમાન્ડ માટે માગણી કરી હતી. પરંતુ કોર્ટમાં સીબીઆઈ દ્વારા રજૂ કરાયેલી એપ્લિકેશન મામલે કેટલોક વિરોધાભાસ સામે આવ્યો હતો. જેથી કોર્ટે આરોપી રફીક મેમણના વધુ રિમાન્ડ નામંજૂર (Rafiq Meman remand denied)કર્યા હતાં અને તેને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

સીબીઆઈએ વધુ રિમાન્ડ માટે માગણી કરી હતી

વકીલ ઘેરાયાં -સીબીઆઈ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરતા કોર્ટે સીબીઆઈને સીબીઆઈના વકીલને સવાલ કર્યો હતો કે મુખ્ય આરોપીની ધરપકડ તમે કરી છે કે કેમ તે બાબતે સીબીઆઇના વકીલ દ્વારા મુખ્ય આરોપીની ધરપકડ ન કરી હોવાનું કોર્ટ સમક્ષ કહ્યું હતું. તો આ બાબતે કોર્ટે કહ્યું કે, જ્યારે તમે મુખ્ય આરોપીની ધરપકડ કરી શક્યા નથી તો તમે કયા આધારે રફીક મેમણના વધુ રિમાન્ડ (IAS K Rajesh intermediary Rafiq Meman remand denied) માગીને મુખ્ય આરોપી અને સભ્યો સામે બેસાડીને પૂછપરછ કરશો?

આ પણ વાંચોઃ પૂર્વ કલેક્ટરના ઘર અને ઓફિસે CBIના દરોડા, કૌભાંડની મળી શકે છે લિન્ક?

કોર્ટે વધુ મુદ્દા પણ માગ્યાં -આની સાથે જ સીબીઆઈ દ્વારા રફિક મેમણના વધુ રિમાન્ડ માટેના જે મુદા માંગવામાં આવ્યા હતા તે બાબતે કહ્યું કે રિમાન્ડ માટે રજૂ કરાયેલા મુદ્દા તદ્દન (Rafiq Meman remand denied)અયોગ્ય છે. ગઇકાલના જે મુદ્દા રજૂ કર્યા હતાં એ જ મુદ્દા આજે રજૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ IAS કે રાજેશના વચેટિયા રફીકની ધરપકડ, અધિકારી સામે જાણો વર્ષોથી કોણ કરી રહ્યું હતું ફરિયાદ

વધુ રિમાન્ડની માંગણીનો આધાર- આ સમગ્ર મામલે બચાવ પક્ષના વકીલ એ.એન. અન્સારીએ જણાવ્યું હતું કે, સીબીઆઈ દ્વારા રફીક મેમણની વધુ રિમાન્ડ માટેની માગણી કરવામાં આવી હતી પરંતુ સીબીઆઈએ મુખ્ય આરોપી કે.રાજેશને ધરપકડ કરી નથી તો તે કયા આધારે રફીક મેમણના વધુ રિમાન્ડની માંગણી કરી શકે એવું કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે.

સીબીઆઇ કોર્ટમાં થયેલી દલીલો- રફીક મેમણને સીબીઆઇ સ્પેશિયલ જજ દ્વારા સૌપ્રથમ પૂછવામાં આવ્યું કે સીબીઆઇની વિરુદ્ધમાં કોઈ ફરિયાદ છે કે નહીં. સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આ કેસ ખૂબ જ હાઈપ્રોફાઈલ છે. તપાસમાં સહયોગ આપતા નથી તેવું જણાવ્યું. સીબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું કે તમે આ રિમાન્ડની માગણી કરો છો તેમાં ત્રીજા નંબરની રિમાન્ડની માગણી યોગ્ય છે પરંતુ તમારી પાસે મુખ્ય આરોપી નથી તો કો-એક્યુસડને જોડે રાખીને કેવી રીતે પૂછપરછ હાથ ધરશો. સ્પેશિયલ સીબીઆઇ કોર્ટના જજે કહ્યું કે બે દિવસ તમારી પાસે રફીક મેળવ્યો તો તમે તે દરમિયાન (IAS K Rajesh intermediary Rafiq Meman remand denied) પૂછપરછ શું કરી?

ફરિયાદ બનાવટી હોવાની રજૂઆત- આરોપીના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે આ અંગે ફરિયાદ બનાવટી હોવાનું દેખાય છે. તેમજ સીબીઆઈ દ્વારા વધુ રિમાન્ડ માટે કરેલી અરજી જેમાં ગ્રાઉન્ડ નંબર ત્રણમાં મુખ્ય આરોપી તેમજ આરોપીઓ સાથે રફીક મેમણની પૂછપરછ કરવાની બાબત તદ્દન વિરોધાભાસી છે. કારણ કે મુખ્ય આરોપીની ધરપકડ કરાઇ નથી તો કઈ રીતે રફીકને મુખ્ય આરોપી સાથે બેસાડીને પૂછપરછ કરવાની માગણી સીબીઆઈ દ્વારા થઈ શકે છે.

કે રાજેશની ધરપકડ નથી થઇ- અંતે કોર્ટ દ્વારા આ સમગ્ર મામલે રફીક મેમણના વધુ રિમાન્ડ ન (Rafiq Meman remand denied) આપતા જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. અત્રે એ નોંધનીય છે કે આ સમગ્ર મામલાના મુખ્ય આરોપી ગુજરાતના આઇ.એ.એસ કે રાજેશની ધરપકડ હજુ પણ સીબીઆઇ દ્વારા કરવામાં આવી નથી.

ABOUT THE AUTHOR

...view details