● ગ્રામ પંચાયત સંચાલિત સાર્વજનિક પુસ્તકાલય ખંડેર હાલતમાં
● પુસ્તકાલયમાં અંદાજિત આઠ હજારથી વધુ પુસ્તકો
● ગ્રામ પંચાયતનાં પુસ્તકાલય શરૂ કરવાનાં ધાંધિયા
માંડલ ગ્રામ પંચાયત સંચાલિત સાર્વજનિક પુસ્તકાલય ખંડેર હાલતમાં અમદાવાદ: દેશને જ્યારે આઝાદી મળી તે સમયે માંડલનાં માંડવી ચોકમાં ભવ્ય પુસ્તકાલય ચાલતું હતું અને સેંકડો લોકો પુસ્તકાલયમાંથી પુસ્તકો લઈ જઈને જુદા જુદા કવિ-લેખકોના વિચારો અને કલ્પનાઓનો અભ્યાસ કરતા હતા. જો કે, સત્તાધીશોની ઉદાસીનતાને કારણે હાલમાં આ પુસ્તકાલયની બહાર કચરાનાં ઢગલાં જોવા મળી રહ્યાં છે અને ઈમારત બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે.
પુસ્તકાલયમાં અંદાજે 8000 જેટલા પુસ્તકો ઉપલબ્ધ
આ પુસ્તકાલયમાં આજની તારીખે પણ જુદા જુદા કવિઓ લેખકો અને ધાર્મિક ગ્રંથો તેમજ માંડલનો ભૂતકાળ દર્શાવતાં પુસ્તકો, રાજાઓનાં પુસ્તકો સહિત અંદાજે 8000 જેટલા પુસ્તકો છે. પહેલા લોકો પુસ્તકોનું વાંચન કરતા અને પુસ્તકાલય ધમધમતી હતી. આ પુસ્તકાલય નવા મકાનમાં લઈ ગયા બાદ તેની ઓળખ ગુમાવી ચૂક્યું છે. કારણ કે, પુસ્તકાલયની આગળ છાણનાં ઢગલા જોવા મળે છે અને ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળે છે. અંદરનાં પુસ્તકો પણ રદ્દી સમાન થઈ ગયા હશે.