- ધોલેરા સર મુદ્દેની સુનાવણી આર. એમ. છાયાએ નોટ બીફોર મી કરી
- હવે કેસની સુનાવણી અન્ય કોર્ટમાં કરવામાં આવશે
- ખેડૂત જમીન સંપાદન માટે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી
અમદાવાદ: ધોલેરામાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન માટે જમીન સંપાદન મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીને હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ આર. એમ. છાયાએ નોટ બીફોર મી કરી હતી.
અન્ય કોર્ટમાં અરજી પર સુનાવણી કરવામાં આવશે
કોર્ટે અરજી સાંભળવાનો ઇનકાર કર્યો હતો. હવે આ અરજી મુદ્દેની સુનાવણી અન્ય કોર્ટમાં કરવામાં આવશે. મહત્વનું છે કે ધોલેરાને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન તરીકે ડેવલપ કરવા માટેનો પ્રોજેકટ હાથ ધરાતા ખેડૂતોની જમીન સંપાદિત કરવા સામે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.