અમદાવાદઃ વસ્ત્રાપુર મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI શ્વેતા જાડેજા વિરુદ્ધ 35 લાખની લાંચ માંગવાનો આરોપ લાગ્યો હતો. જે મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે તપાસમાં અનેક તથ્યો સામે આવતા હાલ PSI શ્વેતા જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
અમદાવાદઃ 20 લાખના લાંચ પ્રકરણમાં સામેલ PSI શ્વેતા જાડેજા સસ્પેન્ડ - અમદાવાદ પોલીસ
વસ્ત્રાપુર મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI શ્વેતા જાડેજા વિરુદ્ધ 35 લાખની લાંચ માંગવાનો આરોપ લાગ્યો હતો. જે મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે તપાસમાં અનેક તથ્યો સામે આવતા હાલ PSI શ્વેતા જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
દુષ્કર્મના આરોપીને પાસા ના કરવા બદલ PSI શ્વેતા જાડેજાએ અગાઉ 20 લાખ રૂપિયા લાંચ પેટે લીધા હતા અને બીજા 15 લાખ રૂપિયા માંગ્યા હતા. જેથી આરોપીએ આ મામલે ક્રાઇમ બ્રાન્ચના અરજી કરી હતી અને ક્રાઇમ બ્રાન્ચે અરજીમાં તપાસ કરતાં તથ્ય જણાઈ આવ્યું હતું. જેથી શ્વેતા જાડેજા વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો અને SOG ક્રાઈમને તપાસ સોંપી હતી. જેમાં અનેક હકીકત સામે આવી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચના DCP દીપેન ભદ્રએ PSI શ્વેતા જાડેજાને હાલ સસ્પેન્ડ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, હાલ PSI શ્વેતા જાડેજા જ્યુડીશીયલ કસ્ટડીમાં છે અને હજૂ અનેક ખુલાસા તપાસ દરમિયાન થઈ શકે તેવી સંભાવના છે.