PSI શ્વેતા જાડેજાએ ફરીવાર અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી - ETVBharat
અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં PSI શ્વેતા જાડેજાએ દુષ્કર્મ આરોપી પાસેથી 35 લાખ રૂપિયા લાંચ માગવાના કેસમાં ચાર્જશીટ દાખલ થયાં બાદ ફરીવાર અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. હાઈકોર્ટે શ્વેતા જાડેજાને ચાર્જશીટ બાદ ફરીવાર સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવાનો હુકમ કર્યો હતો.
PSI શ્વેતા જાડેજાએ ફરીવાર અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી
અમદાવાદઃ અમદાવાદ SOG દ્વારા PSI શ્વેતા જાડેજા કેસમાં દાખલ કરેલી ચાર્જશીટમાં જણાવ્યું હતું કે આરોપી શ્વેતા જાડેજાએ તેના બનેવી દેવેન્દ્ર ઓડેદરા મારફતે અલગ અલગ આગળીય પેઢીથી લાંચની રકમ સ્વીકારી હતી. એટલું જ નહીં, આરોપી PSI શ્વેતા જાડેજાએ દુષ્કર્મ કેસના આરોપી કેનિલ શાહના ભાઈ પાસે 1.12 લાખ રૂપિયાનો એપલનો ફોન પણ લાંચમાં પોતાના નામે ખરીદ્યો હતો.