ગુજરાત

gujarat

ETV Bharat / city

PI ગીતા પઠાણ હનીટ્રેપ કેસમાં મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનના PSI જે. કે. બ્રહ્મભટ્ટની ધરપકડ - અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ

અમદાવાદમાં ચર્ચીત ગીતા પઠાણ હનીટ્રેપ કેસમાં અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ક્રાઈમબ્રાન્ચે મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનના PSI જે. કે. બ્રહ્મભટ્ટની રવિવારે બપોરે ધરપકડ કરી હતી. મહિલા ક્રાઈમબ્રાન્ચ કચેરીના મદદનીશ પોલીસ કમિશનરને ફેબ્રુઆરી 2021માં એક અરજી મળી હતી, જેમાં આરોપીઓ સોશિયલ મીડિયામાં ફેક આઈડી મારફતે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા હતા. ત્યારબાદ તેમના વિરૂદ્ધ દુષ્કર્મની અરજીઓ આપી તેમને દુષ્કર્મ અને પોક્સો જેવા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. આ ઉપરાંત સમાધાન પેટે તેમની પાસેથી પૈસા પણ પડાવતા હતા.

PI ગીતા પઠાણ હનીટ્રેપ કેસમાં મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનના PSI જે. કે. બ્રહ્મભટ્ટની ધરપકડ
PI ગીતા પઠાણ હનીટ્રેપ કેસમાં મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનના PSI જે. કે. બ્રહ્મભટ્ટની ધરપકડ

By

Published : Jun 14, 2021, 2:41 PM IST

  • ગીતા પઠાણ હની ટ્રેપ મામલે નવો ખુલાસો
  • PSI જે. કે. બ્રહ્મભટ્ટની સંડોવણી સામે આવી
  • મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનના PSI જે.કે બ્રહ્મભટ્ટની ધરપકડ

અમદાવાદઃ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા મહિલા PI ગીતા પઠાણ અને તેની ગેંગ લોકોને ફસાવવાનું કામ કરતા હતા. ગીતા પઠાણ અને તેની ગેંગ લોકોને સોશિયલ મીડિયા પર ફસાવતી હતી. ત્યારબાદ ગેંગની યુવતીઓ લોકોને હોટલમાં લઈ જતી હતી. ત્યારબાદ કામ પોલીસ ગેંગનું શરૂ થતું હતું, જે આ યુવતીના નામે ટાર્ગેટને ફોન કરતી હતી અને પોલીસ સ્ટેશનમાં બોલાવી સેટલમેન્ટ કરતી હતી. આમાં અત્યાર સુધી અનેક લોકો ટાર્ગેટ બની ચૂક્યા છે. જ્યારે સત્તાવાર રીતે ચાર ફરિયાદમાં પોલીસ અને તેની ગેંગ દ્વારા 26 લાખ રૂપિયા લોકો પાસેથી પડાવી લીધા છે. આ રૂપિયામાં 50 ટકા ભાગ રાખવામાં આવતો હતો.

ગીતા પઠાણ હની ટ્રેપ મામલે નવો ખુલાસો

આ પણ વાંચો-ઓનલાઈન હની ટ્રેપનો શિકાર બનેલા બારડોલીના નગરસેવકને હોદ્દા પરથી દૂર કરવા કોંગ્રેસની માગ

PI ગીતા પઠાણ ટોળકી સાથે મળી પૈસા પડાવતી હતી

આ મામલે ક્રાઈમબ્રાન્ચમાં અગાઉ એક વેપારીએ હનીટ્રેપની ફરિયાદ નોંધાવી હતી. જેમાં અમદાવાદ ક્રાઈમબ્રાંન્ચે જિતેન્દ્ર ઉર્ફે જિતુ મોદી, બિપીન પરમાર, ઉન્નતિ ઉર્ફે રાધિકા રાજપૂત અને જાનવી ઉર્ફે જિનલ પઢિયારની ધરપકડ કરી હતી. આ આરોપીની પુછપરછમાં PI ગીતા પઠાણની સંડોવણી ખૂલતા ક્રાઈમબ્રાન્ચે તેમની ધરપકડ કરી હતી. PI ગીતા પઠાણે આ ટોળકી સાથે મળીને આધેડ પાસેથી રૂપિયા પડાવ્યા હતા.

આ પણ વાંચો-સુરત જિલ્લામાં PSI પણ બન્યા ઓનલાઈન હનીટ્રેપનો શિકાર

પકડાયેલા આરોપીઓને સમાધાન માટે પોલીસ સ્ટેશન બોલાવતા

જ્યારે ક્રાઈમબ્રાન્ચની તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં PI ગીતા પઠાણ ઉપરાંત તે સમયના પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનના PSI જે. કે. બ્રહ્મભટ્ટ તથા મહિલા હેડ કોન્સ્ટેબલ શાદરા ખાંટની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું, જેમાં ક્રાઈમબ્રાન્ચે રવિવારે બપોરે PSI જે. કે. બ્રહ્મભટ્ટની અટકાયત કરી છે. આ અગાઉ પકડાયેલા આરોપીઓ પાસેથી અરજીઓ સ્વીકારી સામેના પક્ષને ફોન કરીને સમાધાન માટે પોલીસ સ્ટેશન બોલાવતા હતા. ક્રાઈમબ્રાન્ચે હવે આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી હતી કે, કેમ તેની વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details