- સાતબારમાં સ્મશાન બોલે છે જ્યારે વાસ્તવિક જગ્યા પર બિલ્ડીંગ અને રોડ બની ગયા
- બોપલ વિસ્તારમાં સ્મશાન છેલ્લા સાત વર્ષથી ગાયબ
- સ્મશાનને સમસ્ત બોપલ સ્મશાન બનાવી દેતા વિરોધનો વંટોળ સર્જાયો
અમદાવાદ : સ્માર્ટ શહેર તરીકે ઓળખાતા અમદાવાદ શહેરમાં વિકાસ ભૂતિયો થઈ રહ્યો છે. કદાચ આ શબ્દ સાંભળીને નવાઈ લાગે પણ આ હકીકત છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં સ્મશાન ગાયબ થઈ ગયું છે. તેની તપાસ કરવાનો તંત્ર પાસે છેલ્લા 7 વર્ષથી સમય જ નથી.
અમદાવાદના બોપલ વિસ્તારમાં સ્મશાનને લઈને વિરોધ આ પણ વાંચો: ભરૂચના કોવિડ સ્મશાનનો વધુ એક વિવાદ સામે આવ્યો
પાટીદાર સ્મશાન છેલ્લા 7 વર્ષથી ગાયબ
અહમદશાહે વસાવેલું આ શહેર આજે વિકાસથી વિશ્વભરમાં વખણાય છે, પરંતુ હવે આ શહેરમાં વિકાસ ભૂતિયો થઈ રહ્યો છે. શહેરના બોપલ વિસ્તારમાં પાટીદાર સ્મશાન આવેલું હતું. જે છેલ્લા 7 વર્ષથી ગાયબ છે. મુખ્યપ્રધાનથી લઈને કોર્પોરેટર સુધી અનેક ફરિયાદ કરવામાં આવી તેમ છતાં કોઈ સ્થાનિકોની વાત સાંભળી રહ્યું નથી. જેને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, બિલ્ડરો દ્વારા પોતાના સ્વાર્થ માટે સ્મશાન ખસેડાયું છે. સાતબારમાં સ્મશાન બોલે છે જ્યારે વાસ્તવિક જગ્યા પર બિલ્ડીંગ અને રોડ બની ગયા છે.
આ પણ વાંચો: જામનગરમાં સ્મશાન મામલે કોઈ નિર્ણય નહીં લેવાય તો કોર્પોરેટર દેવશી આહીર કરશે નગરયાત્રા
સ્મશાનમાં અત્યાર સુધી લાકડા મુકવા માટે કોઈ રૂમ ન હતો
બોપલ ગામના રહેવાસી કહી રહ્યા છે કે, વર્ષોથી તળાવ પાસે અમારા સમાજનું સ્મશાન આવેલું છે. જ્યાં અત્યાર સુધી લાકડા મૂકવા માટે કોઈ રૂમ ન હતો. સ્મશાન સારું બનાવવા માટે સમાજના લોકોએ ફાળો ઉઘરાવીને પૈસા જમા કર્યા હતા. જેનાથી અમે સ્મશાનમાં બેસવા વગેરેની વ્યવસ્થા કરીએ છીએ. આ સમગ્ર મામલે ઠાકોર સમાજના અને પાટીદાર સમાજના લોકો આમને-સામને આવ્યા હતા. ત્યારે ઠાકોર સમાજનું કેહવું છે કે, અમે અમારી જગ્યાએ અમારા સમાજનું સ્મશાન બનાવી રહ્યા છીએ.