વિરમગામ: ઉત્તરપ્રદેશના હાથરસ અને બલરામપુરમાં અનુસૂચિત જાતિની યુવતી સાથે બનેલી દુષ્કર્મની ઘટના બાદ દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જે બાદ આરોપીઓને કડક સજા મળે તે માટે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
માંડલ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં ધારણા પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર અપાયું - હાથસર કેસ
હાથસરમાં બનેલી સમાૂહિક દુષ્કર્મની ઘટના બાદ દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન ચાલુ છે, ત્યારે માંડલની અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદન પત્રમાં આરોપીઓને કડક સજા આપવાની માગ કરવામાં આવી હતી.
હાથસર
હાથરસ અને બલરામપુરની આ ઘટનાને પગલે નરાધમોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, નરાધમોને ફાંસીની સજા સિવાય બીજી કોઈ સજા નહીં આપવા માગ, યુવતી અને તેના પરિવારને ન્યાય જલ્દી મળે તેવા અનેક મુદ્દાઓ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત તાત્કાલિક તમામ હત્યારાને સજા ન થાય તો રસ્તા રોકો, ઉપવાસ આંદોલન, ધારણા પ્રદર્શન, સૂત્રોચ્ચાર સફાઇ કર્મીઓ હડતાલ પર જેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.