ગુજરાત

gujarat

ETV Bharat / city

Protest Of Maldhari Samaj : રખડતા ઢોર અંગેનો કાયદો રદ કરવા અમદાવાદ કલેક્ટરને રજૂઆત કરતો માલધારી સમાજ, ચીમકી આપી

રાજ્યમાં રખડતા ઢોર મામલે વિધાનસભામાં ખરડો પસાર (Laws on Stray Cattle)કરવામાં આવતા માલધારી સમાજમાં ભારે રોષ છે. જેમાં અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપી માલધારી સમાજે (Protest Of Maldhari Samaj ) વિરોધ વ્યક્ત કર્યો છે.

Protest Of Maldhari Samaj : રખડતા ઢોર અંગેનો કાયદો રદ કરવા અમદાવાદ કલેક્ટરને રજૂઆત કરતો માલધારી સમાજ, ચીમકી આપી
Protest Of Maldhari Samaj : રખડતા ઢોર અંગેનો કાયદો રદ કરવા અમદાવાદ કલેક્ટરને રજૂઆત કરતો માલધારી સમાજ, ચીમકી આપી

By

Published : Apr 4, 2022, 6:48 PM IST

અમદાવાદઃ રાજ્યમાં રખડતા ઢોરમામલે વિધાનસભામાં ખરડો (Laws on Stray Cattle)પસાર કરવામાં આવતા માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ કાયદાનો માલધારી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ (Protest Of Maldhari Samaj )કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે માલધારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. અમદાવાદ જ કલેકટરને આવેદનપત્ર (Memorandum to Ahmedabad Collectoror) આપીને આ કાયદો રદ કરવા માટેની માગણી કરી હતી.

અમારી સરકારને વિનંતી છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે

સમાજના આગેવાન શું કહે છે? - માલધારી સમાજના આગેવાન નાગજી દેસાઈએ આ સમગ્ર (Protest Of Maldhari Samaj )મામલે કહ્યું કે મારા માલધારી સમાજના બધાx આગેવાનો ભેગા મળીને નક્કી કર્યું હતું કે દરેક જિલ્લાના કલેકટરને આવેદનપત્ર (Memorandum to Ahmedabad Collectoror)આપીને આ કાયદાનો (Laws on Stray Cattle)વિરોધ કરીશું. અમારો માલધારી આગેવાન સમાજ ખુદ એમ કહે છે જે રોડ ઉપર રસ્તા પર રખડતા પશુ હોય છે એમને પકડી લેવા જોઈએ. નિર્દોષ લોકોની જાનહાનિ ન થવી જોઇએ પરંતુ સરકાર દ્વારા જે કાયદો પસાર કરવામાં આવ્યો છે તે બિલકુલ યોગ્ય નથી. ભાજપ દ્વારા ગૌચર જમીન ઝડપી લેવાનું અને સરકારના મળતિયાઓને જમીન આપી દેવાના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતાં.

આ પણ વાંચોઃ Laws on Stray Cattle: રખડતા ઢોર મુદ્દે સી.આર.પાટીલનું કભી હા અને કભી ના જેવું વલણ ! માલધારી સમાજે આપ્યું આવેદન

વૈકલ્પિક વ્યવસ્થા આપો -કોંગ્રેસ નેતા રઘુ દેસાઈએ કહ્યું કે આ કાયદાના લીધે માલધારી સમાજમાં રોષ (Protest Of Maldhari Samaj )જોવા મળી રહ્યો છે . અમારી સરકારને વિનંતી છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરીને કોઈ પણ કાયદો (Laws on Stray Cattle)પસાર કરવામાં આવે. અમારી જે હજારો વારમાં ગૌચર જમીનો હતી તે સરકારે વેચી મારી છે જે અયોગ્ય છે.અમે ગાંધીજીના માર્ગે આંદોલન ચાલી રાખીશું અને અમારા માટે ગૌ માતા બચાવવી એ સૌથી મોટું જરૂરી છે. અમારો સમાજ સૌથી મોટો અશિક્ષિત સમાજ છે અને અમારી રોજીરોટી આના ઉપર ચાલી રહી છે. તેથી કોઈ બેરોજગાર ન બને એ માટે માલધારી સમાજ દ્વારા આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો આ કાયદો પાછો લેવામાં નહીં આવે તો રોડ પર આવીને આંદોલન કરીશું એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Cattle Control Law : 31 માલધારીઓએ ઈચ્છા મૃત્યુની કરી અરજી, આપી આંદોલનની ચીમકી

ABOUT THE AUTHOR

...view details