અમદાવાદ: શિક્ષણપ્રધાનને છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીના શિક્ષણપ્રધાન દ્વારા કરવામાં આવેલા શિક્ષણ બાબતે ટ્વીટ દ્વારા સતત ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે રાજકોટના એક કાર્યક્રમમાં વાઘાણીએ આપેલા શિક્ષણના (Controversial statement by Vaghani )મુદ્દે સમગ્ર ગુજરાત ભારે રોષ જોવા મળ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી ખાતે વાલી મંડળે જીતુ વાઘાણી સામે ભારે વિરોધ (Protest against Vaghani)પ્રદશન કર્યું હતું. જેમાં શિક્ષણ મુદ્દે (Education in Gujarat) કરવામાં આવેલી ભૂલની જાહેરમાં માફી માંગે તેવી માગણી વાલીઓ (Ahmedabad school parents ) દ્વારા કરવામાં આવી છે.
જીતુ વાઘાણી માફી માગે તેવી માગણી વાલીઓની માગણી નાગરિકને સારી સુવિધા આપે તેને સરકાર કહેવાય- ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે એક શિક્ષણપ્રધાન (Education Minister Jitu Vaghani)થઈ આવું નિવેદન તેમને શોભતું નથી.નાગરિકોને સુવિધા કેવી રીતે ઉભી થાય રાજ્યની જનતાને કોઈ મુશ્કેલી ન પડે તેવી સુવિધા આપે તેને સરકાર કહેવાય.
આ પણ વાંચોઃ Manish Sisodia Tweet : મનીષ સિસોદીયાએ કહ્યું ગુજરાતમાં જ દિલ્હી જેવું સારું શિક્ષણ આપીશું, વાઘાણીને જડબાતોડ જવાબ અપાયો
જનતાએ તમને સત્તા આપી છે તે ન ભૂલવું જોઈએ-વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની જનતાએ જ તમને સત્તા પર બેસાડ્યા છે તે ન ભૂલવું જોઈએ. એક શિક્ષણપ્રધાન એમ કેવી રીતે કહી શકે કે તમને ગુજરાતનું શિક્ષણ યોગ્ય ન લાગતું હોય તો ગુજરાત છોડીને જતા રહો. કેમ ગુજરાતની સરકાર રાજ્યની જનતાને સારું શિક્ષણ અને શિક્ષણમાં સારી સુવિધા આપી શકતી નથી. ગુજરાતમાં શાળાની ફી લાખો રુપિયા થઈ છે તેમ છતાં વાલીઓ લાખો રૂપિયાની ફી ભરીને બાળકોને ભણાવે છે.
શિક્ષણપ્રધાને માફી માગવી જોઈએ- ગુજરાતમાં આવું વિવાદાસ્પદ નિવેદન (Controversial statement by Vaghani ) પહેલાં કોઈએ આપ્યું નથી. શિક્ષણપ્રધાન સારું શિક્ષણ આપી શકતા નથી તેથી આવા નિવેદન આપી રહ્યાં છે. જેથી ગુજરાતની જનતા અને વાલીઓની માફી (Protest against Vaghani) માગવી જોઈએ.
આ પણ વાંચોઃ Controversial statement by Vaghani: વાઘાણીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કોંગ્રેસ અને AAPએ લીધા આડેહાથ