- ઈંડા-નોનવેજની લારીઓ હટાવવા મામલે રાજકારણ તેજ
- મુખ્ય વિપક્ષી પાર્ટી કૉંગ્રેસે ધારણ કર્યું મૌન
- AIMIMએ ધરણા પ્રદર્શન કર્યું
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (ahmedabad municipal corporation)ના કર્મચારીઓએ મંગળવારથી જાહેર માર્ગો પરથી નોનવેજ સ્ટોલ (nonveg stalls)) હટાવવાનું શરૂ કરી દીધું છે. મહાનગરપાલિકા (corporation)ના આ નિર્ણયને કારણે નાના-મોટા ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તો હવે આ મામલે રાજકારણ પણ તેજ બન્યું છે. ગુજરાત (gujarat)ની મુખ્ય વિપક્ષી પાર્ટી કૉંગ્રેસે આ મામલે મૌન જાળવી રાખ્યું છે, પરંતુ ઓવૈસીની પાર્ટી AIMIMએ આંદોલનની ચીમકી આપી છે.
મેયરને મળીને યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ ચીમકી આપી છે કે જો નોનવેજના સ્ટોલ હટાવવામાં આવશે તો તેઓ આંદોલન (protest) કરશે. AIMIM અમદાવાદના પ્રમુખ શમસાદ પઠાણે (shamshad pathan) પણ તેમની પાર્ટીના કાઉન્સિલરો સાથે ધરણા પ્રદર્શન કર્યું છે. એટલું જ નહીં AIMIMના નેતાઓએ મેયર અને ડેપ્યુટી મેયર (ahmedabad mayor and deputy mayor)ને મળીને યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી છે.
અમદાવાદ શહેરમાં આંદોલન ઉગ્ર કરવામાં આવશે
AIMIM અમદાવાદના ચીફ એડવોકેટ શમશાદ પઠાણે કહ્યું કે, અમારો પક્ષ અમદાવાદમાં ઇંડા અને માંસાહારી લારીવાળા લોકોના સમર્થનમાં સંપૂર્ણ રીતે ઉભો છે. અમદાવાદમાં કોઈ ઈંડા કે નોન વેજની લારીવાળાને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો અમદાવાદમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એટલું જ નહીં આગામી દિવસોમાં AIMIM દ્વારા આ સ્ટોલવાળા લોકોનો સર્વે કરવામાં આવશે. અમારી ટીમ જે સ્ટોલ પાસે લાઇસન્સ નથી તેમને લાઇસન્સ મેળવવામાં મદદ કરશે.