ગુજરાત

gujarat

ETV Bharat / city

બૂથ પર EVM પહોંચાડવાની કામગીરી શરૂ - evm

રાજ્યમાં 6 મહાનગરપાલિકાઓની 21 ફ્રેબ્રુઆરીએ મતદાન 23 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે, અમદાવાદ મહાનગરપાલિકામાં તંત્ર દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત આજે શનિવારે સવારથી જ વિવિધ વોર્ડમાં EVM મોકલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ETV BHARAT
બૂથ પર EVM પહોંચાડવાની કામગીરી શરૂ

By

Published : Feb 20, 2021, 3:11 PM IST

  • અમદાવાદમાં EVM બૂથ પર પહોંચાડવાની કામગીરી શરૂ
  • પોલીસ બંદોબસ્ત સાથે EVM મોકલવામાં આવશે
  • કર્મચારીઓ સવારથી જ પોતાના બૂથના EVM લેવા પહોંચ્યાં

અમદાવાદઃ આવતી કાલે શનિવારે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યાકે તમામ વોર્ડમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા EVM મોકલવાની કામગીરી કરવામાં શરૂ કરવામાં આવી છે. EVM ચેક કરી અને તેને પેટીમાં મૂકી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વોર્ડના મતદાન મથકો પર મોકલવામાં આવી રહ્યાં છે. જેથી અમદાવાદમાં 48 વોર્ડમાં 45થી વધુ EVM મતદાન મથકમાં રહેશે. આવતીકાલે શનિવારે સાંજે 6:00 કલાકે મતદાન પૂર્ણ થયા બાદ તમામ EVM સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે.

બૂથ પર EVM પહોંચાડવાની કામગીરી

110 ટકા સ્ટાફ તૈનાત

ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન કોઈપણ કર્મચારી બીમાર પડે અથવા કોરોના સંક્રમિત થાય તો, ચૂંટણી પ્રક્રિયા શરૂ રાખવા માટે 100 ટકાને બદલે 110નો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો છે. આમ કર્મચારીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details