- અમદાવાદમાં શાળાઓ બંધ છે તેમના માટે માગણી
- પ્રોપર્ટી ટેક્સને ખાલી બંધ સ્કીમ મુજબ માફ કરવામાં આવે તેવી માગ
- કોંગ્રેસના કાઉન્સિલરે કરી માગણી
- શૈક્ષણિક સંસ્થાના ટેક્સ માફ કરવા ઠરાવ
અમદાવાદઃ કોંગ્રેસના કાઉન્સિલરે શૈક્ષણિક સંસ્થાઓનો ચાલુ વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાનો ઠરાવ કર્યો છે. આ ઉપરાંત શુક્રવારે મળનારી રેવન્યુ કમિટીની બેઠકમાં શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાના ઠરાવને મંજૂરી આપવામાં આવશે.
ઘણાં મહિનાથી શૈક્ષણિક સંસ્થાઓ છે બંધ
કોરોનાના કેસો વધતાં રાજ્ય સરકારે સ્કૂલો અને કૉલેજો સહિત શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હજુ સુધી શરૂ કરી નથી. ગત 8 મહિનાથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતી તમામ શૈક્ષણિક સંસ્થાઓનો ચાલુ વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાનો ઠરાવ લાવવામાં આવ્યો છે.
અમદાવાદની 1000થી વધુ શાળાઓનો પ્રોપર્ટી ટેક્સ ચાલુ બંધની સ્કીમ મુજબ માફ કરવાની માગણી ખાલી બંધની સ્કીમ મુજબ ટેક્સ માફ કરવા રજૂઆત
કોર્પોરેશનની ખાલી-બંધની નીતિ મુજબ અમદાવાદ શહેરની આશરે 1000થી વધુ શૈક્ષણિક સંસ્થાઓનો વાર્ષિક ટેક્સ માફ કરી દેવાનો ઠરાવ કાલે શુક્રવારે મળનારી બેઠકમાં મંજૂર કરવામાં આવશે. કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલી આ દરખાસ્તનો નિર્ણય રેવન્યુ કમિટીમાં લેવામાં આવશે. આ અંગે કોંગ્રેસના કોર્પોરેટર શાહનવાઝ શેખે વાતચીતમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ખાલીબંધની નીતિ છે જ અને તેનો લાભ શૈક્ષણિક સંસ્થાઓને પણ મળવો જોઈએ. કોરોના મહામારીના કારણે હજી સુધી આ સંસ્થાઓ બંધ છે, ત્યારે તેમના ચાલુ વર્ષના પ્રોપર્ટી ટેક્સને માફ કરવા દરખાસ્ત મૂકવામાં આવી છે.