અમદાવાદ: શહેરમાં ઠગબાજો અવનવા પેતરા અપનાવી લોકોના પૈસા પડાવી રહ્યા છે. અનેક પ્રકારની ઠગાઈની હશે પણ એલિસબ્રિજ પોલીસના ચોપડે નોંધાયેલી એક ઘટનામાં(Property Fraud in Ahmedabad) તમને અચરજ પમાડી દેશે. એક ટોળકીએ અસ્તિત્વમાં જ ના હોય એવા ફ્લેટના વેચાણ પેટે લાખો રુપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.
ખોટો ફ્લેટ, ખોટા કાગજાત બતાવી લાખો ઠગ્યા - જ્યારે આરોપી યગ્નેશ શાહ જે ઘોડાસરનો રહેવાસી છે. જે સાયન્સનો અભ્યાસ કરી ચુક્યા છે. જ્યારે તે વિજય ઢાંકાના સંપર્કમાં આવ્યો ત્યારે બંન્નેએ સાથે મળી લોકોના પૈસા પડાવાવાનું શરૂ કર્યું હતું. આ ફરિયાદ મુજબની વાત કરીએ તો ફરિયાદીના પુત્રને અમદાવાદમાં હેંડીક્રાફ્ટનો વ્યવસાય વિકસાવવા માટે આંબાવાડીમાં મકાન લેવાનું નક્કી કર્યું હતું. જેમાં દલાલ મારફતે પોર્શ વિસ્તાર એવા આંબાવાડીમાં દલાલોએ એક ફ્લેટ પહેલા બતાવ્યો હતો. જે ફ્લેટની કિંમત રુપિયા 17.50 લાખ જણાવી સોદો નક્કી કરવામાં આવ્કયો હતો. ત્યારે આરોપી યગ્નેશ શાહ અને વિજય ઢાંચા સહિતના લોકોએ એક ખોટું બાનાખત(duplicate documents for property registration) બનાવ્યું, ખોટો ફ્લેટ ઉભો કર્યો(non existence property fraud ), ખોટા દસ્તાવેજ બનાવ્યા, ખોટા શેર સર્ટિફિકેટ(Fake share certificate) બનાવ્યા અને ખોટા એલોટમેન્ટ લેટર(fake allotment letter) સુદ્ધા બનાવી નાખી હતી. આ રીતે ફરિયાદીને પોતાની જાળમાં ફસાવી દીધા અને લાખોનો ચુનો લગાવી દીધો.
આ પણ વાંચો:થરાદ નગરપાલિકા ચૂંટણી પહેલા વધુ એક વિવાદ, ભાજપે મહિલા સભ્યના અપહરણની કરી ખોટી ફરિયાદ