- ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું
- ચાર દિવસ વરસાદની આગાહી
- સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા
અમદાવાદ: હવામાન વિભાગની આગાહી અનુસાર 24 જુલાઈને શનિવારથી ગુજરાત તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દિવ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ કચ્છમાં પણ વરસાદની સંભાવના છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ધારણા
25, 26 અને 27 જુલાઈએ કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમજ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ આવવાની શક્યતા છે. 28 જુલાઈએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ અને કચ્છમાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.