ગુજરાત

gujarat

રાજ્યના 6 પોલીસ કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ ગૃહમંત્રાલય દ્વારા પુરસ્કાર અપાશે

By

Published : Aug 12, 2021, 10:50 PM IST

રાજ્યના ગૃહમંત્રાલય દ્વારા એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યના 6 પોલીસ કર્મચારીઓને સરકાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ મેડલ આપી સન્માન કરવામાં આવશે. આગામી 15 ઓગસ્ટના રોજ આ તમામ પોલીસકર્મીઓને પુરસ્કાર આપવામાં આવશે.

રાજ્યના 6 પોલીસ કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ ગૃહમંત્રાલય દ્વારા પુરસ્કાર અપાશે
રાજ્યના 6 પોલીસ કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ ગૃહમંત્રાલય દ્વારા પુરસ્કાર અપાશે

  • ગુજરાતના 6 પોલીસ કર્મચારીને સરકાર આપશે પુરસ્કાર
  • તપાસની શ્રેષ્ઠ કામગીરી માટે અપાશે પુરસ્કાર
  • સુરતના 3, અમદાવાદના 2 અને જામનગરના 1 અધિકારીનો સમાવેશ

અમદાવાદ :રાજ્યના 6 પોલીસ કર્મચારીઓને ગૃહ મંત્રાલય તરફથી શ્રેષ્ઠ કામગીરીના આધારે 15 ઓગસ્ટના રોજ પુરસ્કાર આપવામાં આવશે. ગુજસીટોકના ઓરાપીઓ સામે તપાસની શ્રેષ્ઠ કાર્યવાહી કરવા બદલ આ તમામ પોલીસ કર્મચારીઓની પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. સુરતના 3 પોલીસ કર્મચારીઓને અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PI દર્શનસિંહ બારડ અને PI એ. વાય. બલોચની પણ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.

પોલીસ કર્મચારીઓને સન્માનિત કરાશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે ગુરૂવારે માહિતી આપી હતી કે, દેશના 152 પોલીસ કર્મચારીઓને આ વર્ષે યુનિયન હોમ મિનિસ્ટર મેડલ ફોર એક્સિલન્સ ઈન ઈન્વેસ્ટીગેશન મેડલથી સન્માન કરવામાં આવશે. ઉત્કૃષ્ઠ તપાસ કામગીરી માટે આ તમામ પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવનાર છે. આ વર્ષ 2021ના એવોર્ડમાં સૌથી વધુ CBIના 15 પોલીસ કર્મચારીઓ શામેલ છે. જેમાં 152 માંથી 28 મહિલા પોલીસ કર્મચારી છે.

રાજ્યના 6 પોલીસ કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ ગૃહમંત્રાલય દ્વારા પુરસ્કાર અપાશે

ગૃહમંત્રાલય દ્વારા લિસ્ટ જાહેર કરાયુ

ગૃહમંત્રાલય દ્વારા લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં, ASP નિતેશ પાંડેય - જામનગર,DCP વિધી ચૌધરી - સુરત, PI મહેન્દ્ર સાલુંકે - સુરત, PI મંગુભાઈ તાડુ - સુરત, PI દર્શન બારડ - અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, PI એ.વાય બલોચ - અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સમાવેશ થાસ છે, જ્યારે આ તમામ પોલીસકર્મીઓને દિલ્હી ખાતે મેડલ એનાયત કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details