અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 18 તારીખથી 20 એપ્રિલ દરમિયાન ગુજરાતની મુલાકાતે(Modi on a three-day visit to Gujarat) આવાના છે. 18 એપ્રિલના રોજ સાંજે લગભગ 6 વાગ્યે ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે.(Complete program of Modi's Gujarat tour) 19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે, ત્યારબાદ લગભગ 3:30 કલાકે જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે. 20 એપ્રિલના રોજ સવારે લગભગ 10:30 વાગે ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે, ત્યાર બાદ બપોરે લગભગ 3:30 કલાકે દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.
શાળાઓ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે -વડાપ્રધાન મોદી 18 એપ્રિલના રોજ સાંજે લગભગ 6 કલાકે ગાંધીનગરમાં શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. આ કેન્દ્રમાં દર વર્ષે 500 કરોડ કરતાં વધારે ડેટા સેટ્સ એકઠા કરવામાં આવે છે અને મોટા ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે એકંદરે અભ્યાસના પરિણામોમાં વધારો કરવા માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે. આ કેન્દ્ર દૈનિક ધોરણે શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી ટ્રેક કરવામાં મદદ અને વિદ્યાર્થીઓના અભ્યાસના પરિણામોનું કેન્દ્રીયકૃત સમુચિત અને સમયાંતર મૂલ્યાંકન કરે છે.
બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલની મુલાકાત લેશે - વડાપ્રધાન 19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે નવું નિર્માણ કરવામાં આવેલી ડેરી સંકુલ અને બટાકા પ્રસંસ્કરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. રૂપિયા 600 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ છે. નવી તૈયાર કરવામાં આવેલ ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે, તેનાથી દૈનિક ધોરણે અંદાજે 30 લાખ લીટર દૂધનું પ્રસંસ્કરણ થઇ શકશે, 80 ટન માખણનું ઉત્પાદન, એક લાખ લીટર આઇસક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ દૂધ (ખોયા) અને 6 ટન ચોકલેટનું ઉત્પાદન થઇ શકશે. બટાકા પ્રસંસ્કરણ પ્લાન્ટની મદદથી બટાકાની વિવિધ પ્રકારની પ્રસંસ્કરણ કરેલી વસ્તુઓનું ઉત્પાદન થઇ શકશે જેમાં ફ્રેન્ચ ફ્રાઇઝ, બટાકાની ચિપ્સ, આલુ ટિક્કી, પેટીસ વગેરે સામેલ છે. આમાંથી ઘણી વસ્તુઓને અન્ય દેશોમાં નિકાસ પણ કરવામાં આવશે. આ પ્લાન્ટ્સથી સ્થાનિક ખેડૂતોનું સશક્તિકરણ થશે અને આ પ્રદેશમાં ગ્રામીણ અર્થતંત્રને ઘણો વેગ મળશે.