- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે ફરીથી અમદાવાદના પ્રવાસે
- 21 દિવસીય દાંડીયાત્રાનો PM મોદી કરાવશે પ્રારંભ
- રાજનાથ સિંહ, સ્મૃતી ઈરાની, ડૉ.હર્ષવર્ધન, CM રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન રહેશે હાજર
અમદાવાદ: અંગ્રેજો દ્વારા મીઠા ઉપર લગાડવામાં આવેલા કરના વિરોધને લઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી કૂચનો પ્રારંભ કર્યો હતો. આ યાત્રાએ ખૂબ મોટું અને વિશાળ રૂપ ધારણ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા અને લોકો આઝાદીને લઈને જાગૃત થયા હતા. આ સાથે લોકોને સત્યાગ્રહની જે તાકાત હતી, તે પણ જોવા મળી હતી. હાલ દાંડીયાત્રાના દિવસે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા અવારનવારા વિવિધ રીતે દાંડીયાત્રા યોજાય છે, પરંતુ આઝાદીના 75 વર્ષની દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીજીની દ્વારા કરવામાં આવેલી ઐતિહાસિક દાંડીયાત્રાને પણ 21 દિવસ સુધી ચલાવવામાં આવે તે માટે સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
PM મોદી કરાવશે પ્રારંભ