ગુજરાત

gujarat

ETV Bharat / city

વડાપ્રધાન મોદી અમદાવાદના ગાંધી આશ્રમ વિસ્તારથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સ્વતંત્રતાના 75માં વર્ષની ઉજવણીની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદના ગાંધી આશ્રમ ખાતેથી કરવામાં આવશે. જેને લઇને ગાંધી આશ્રમ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

વડાપ્રધાન મોદી અમદાવાદના ગાંધી આશ્રમ વિસ્તારથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે
વડાપ્રધાન મોદી અમદાવાદના ગાંધી આશ્રમ વિસ્તારથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે

By

Published : Mar 8, 2021, 6:54 PM IST

Updated : Mar 8, 2021, 7:30 PM IST

  • સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી
  • કાર્યક્રમની શરૂઆતમાં દાંડી યાત્રા પ્રસ્થાન થશે
  • 12મી માર્ચે વડાપ્રધાન કરાવશે દાંડીયાત્રાનો પ્રારંભ

અમદાવાદઃઆગામી 12મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શહેરના ગાંધી આશ્રમ વિસ્તારથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે અને ભારતની સ્વતંત્રતાના ૭૫માં વર્ષની ઉજવણીની શરૂઆત પણ કરાવશે. મહત્વનું છે કે દાંડી યાત્રાને 90 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ૯૧માં વર્ષની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાવવામાં આવશે.

કાર્યક્રમની શરૂઆતમાં દાંડી યાત્રા પ્રસ્થાન થશે

આ પણ વાંચોઃ12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ગાંધી આશ્રમે આવે તેવી સંભાવના

આશ્રમને રંગરોગાન કરાયું

શહેરના સાબરમતી આશ્રમની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી માર્યે આવવાના હોવાથી આશ્રમને રંગરોગાન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથે જ કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે પહેલાથી જ ગાંધી આશ્રમમાં સેનેટાઈઝર મૂકવામાં આવ્યા છે. સાથે જ મુલાકાતીઓ માટે માસ્ક પણ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃઅમદાવાદ: ગાંધી આશ્રમમાં કોરોનાને લઈને કેવી રીતે ઉજવાશે ગાંધી જયંતિ, જાણો..

ગાંધીજીની પ્રતિમાને વડાપ્રધાન સૂતરની આંટી ચડાવે તેવી શક્યતાઓ

ગાંધી આશ્રમના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું તે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યાત્રાની શરૂઆત કરાવતાની સાથે ગાંધી આશ્રમની મુલાકાત પણ લઇ શકે છે અને આશ્રમમાં સ્થિત ગાંધીજીની પ્રતિમાનું સૂતરની આંટી પણ કરાવી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 12મી માર્ચે દાંડીયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. સાથે જ સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વના 75માં વર્ષની ઉજવણી પણ શરૂ કરી દેવામાં આવશે અને આ ઉજવણી બે વર્ષ સુધી ચાલશે.

વડાપ્રધાન મોદી અમદાવાદના ગાંધી આશ્રમ વિસ્તારથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે
Last Updated : Mar 8, 2021, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details