- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યની મુલાકાતે
- વડાપ્રધાને મુખ્યપ્રધાન સાથે કેન્દ્રશાસિત પ્રદેશ દીવનું હવાઈ નિરીક્ષણ કર્યું
- વડાપ્રધાને સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા અને શહેરની સમીક્ષા કરી હતી
અમદાવાદઃ રાજ્યમાં તૌકતે વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું હતું ત્યારે વાવાઝોડા બાદ સમગ્ર રાજ્યની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે રાજ્યની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાને સૌથી અસરગ્રસ્ત થયેલા શહેર અને જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરી હતી. વાવાઝોડાથી રાજ્યના દરિયાકાંઠાના ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી ખૂબ જ પ્રભાવિત થયા છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ ખૂબ જ નુકસાન થયું છે. આ સમગ્ર સ્થિતિને જોતા વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા છે.
આ પણ વાંચોઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરથી તૌકતે વાવાઝોડાનું કરશે હવાઇ નિરીક્ષણ
વડાપ્રધાન અમદાવાદમાં રાજ્યના પદાધિકારીઓ સાથે બેઠક યોજશે