- પીએમ મોદીએ અમદાવાદના વોટર એરોડ્રામનું ઉદ્ઘાટન કર્યું
- મોદી કેવડિયાથી સી પ્લેનમાં બેસીને અમદાવાદ આવ્યા
- અમદાવાદથી પીએમ મોદી દિલ્હી જવા રવાના થઈ ગયા
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી કેવડિયા સુધીની સી-પ્લેન ઉડ્ડયન સેવાનો શુભારંભ કરાવ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઉપસ્થિત તમામ લોકોન અભિવાદન ઝીલી વડાપ્રધાન મોદી એરપોર્ટ જવા રવાના થયા હતા. શુક્રવારે વડાપ્રધાન મોદી આખો દિવસ કેવડિયામાં રહ્યા હતા અને અહીં વિવિધ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું હતું.
દેશનું સૌપ્રથમ વોટર એરડ્રોમ રિવરફ્રન્ટ પર, વડાપ્રધાન મોદીએ કર્યું ઉદ્ઘાટન પીએમ મોદીને આવકારવા સીએમ અને રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા
વડાપ્રધાનને આવકારવા માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા, રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદના મેયર બિજલ પટેલ, રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
દેશનું સૌપ્રથમ વોટર એરડ્રોમ રિવરફ્રન્ટ પર, વડાપ્રધાન મોદીએ કર્યું ઉદ્ઘાટન પીએમ મોદીએ અમદાવાદીઓનું અભિવાદન કર્યું
અમદાવાદના રિવરફ્રન્ટ પર વડાપ્રધાનને લઈને સી પ્લેન આવ્યું ત્યારે રિવરફ્રન્ટની આજુબાજુના રહીશો ખૂબ મોટી સંખ્યામાં ફલેટની લોબીમાં આવી ગયા હતા અને વડાપ્રધાન મોદીનું અભિવાદન કર્યું હતું, ત્યારે પીએમ મોદીએ પણ તમામ લોકોની સામે હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. પીએમ મોદી આવવાની હોવાથી છેલ્લા ત્રણ દિવસથી રિવરફ્રન્ટ આસપાસના વિસ્તારોમાં સુરક્ષાનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો તેમ જ આજે રિવરફ્રન્ટના રોડ રસ્તા પર જનતા માટે સવારે બંધ કરી દેવાયો હતો.
દેશનું સૌપ્રથમ વોટર એરડ્રોમ રિવરફ્રન્ટ પર, વડાપ્રધાન મોદીએ કર્યું ઉદ્ઘાટન શુક્રવારે વિવિધ પ્રોજેક્ટનું વડાપ્રધાને કર્યું ઉદ્ઘાટન
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે એટલે કે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખો દિવસ કેવડિયામાં રહ્યા હતા. અહીં સ્ટૂચ્યૂ ઓફ યુનિટી પાસે વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે વડાપ્રધાને બોટમાં પણ સવારી કરી હતી. જ્યારે રાત્રે લાઈટિંગ શો પણ રાખવામાં આવ્યો હતો.