- વડાપ્રધાને લોકોને નિકાસ વધારવા પર ભાર મૂક્યો
- કેન્દ્ર સરકારે નિકાસ 400 કરોડ સુધી લઇ જવાનો લક્ષ્યાંક નક્કી કર્યો
- વડાપ્રધાને નિકાસકારોને કર્યા આશ્વસ્ત
અમદાવાદઃગુજરાત ચેમ્બર દ્વારા આયોજિત નિકાસકારોના સેમિનારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિકાસ પર ભાર આપ્યો હતો. તેમણે વર્ષ 2021-22માં ભારતની નિકાસ 400 બિવિયન ડૉલર પર પહોંચે તે માટે રોડમેપ રજૂ કર્યો હતો. ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો હતો અને તેનું યોગ્ય માર્કેટિંગ થાય તે મુદ્દો રજૂ કર્યો હતો. તેમણે નિકાસકારોને વધુ નિકાસ કરવા માટે પ્રોત્સાહન આપતી કેન્દ્ર સરકારની નીતિઓ વિશે જાણકારી આપી હતી.
વડાપ્રધાને શું કહ્યું?
અમદાવાદમાં નિકાસકારોને સંબોધતાં વડાપ્રધાને કહ્યું હતું કે સરકાર પ્રયત્નશીલ છે. આપણી ઇન્ડસ્ટ્રીઝે આપણને આગળ વધવામાં મદદ કરી છે. હેલ્થ સેક્ટરમાં વિકાસ કરી આપણને મહામારીમાંથી બહાર લાવ્યાં છે. આજે આપણે અર્થતંત્રને લઇ માત્ર આગળ જ નથી રહ્યાં પણ નવા ટાર્ગેટ પણ બનાવી રહ્યાં છે. બાંગ્લાદેશનો અનુભવ આપણે જોઇ રહ્યાં છીએ કે કઇ રીતે ટ્રેનની સુવિધા મળતાં નિકાસમાં વધારો થયો છે. નિકાસથી જોડાયેલા આપણા દરેક તબક્કામાં ક્રાંતિમાં રાજ્યોનો મોટો મોટો હાથ છે. આ માટે એક હેલ્ધી કોમ્પિટિશનને પ્રમોટ કરવામાં આવ્યો છે.દરેક રાજ્યને કોઇ એક પ્રોડક્ટ નિકાસ માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
વિદેશપ્રધાન એસ જયશંકરે ગણાવી અદભૂત ઇવેન્ટ
કાર્યક્રમમાં વિદેશપ્રધાન એસ જયશંકરે પણ જણાવ્યું કે આ ખૂબ જ અદભૂત ઇવેન્ટ છે.આ એક મેસેજ છે કે જે આપણા અર્થતંત્રને 5 ટ્રિલિયન સુધીના લક્ષ્યાંક તરફની આપણી પ્રતિબદ્ધતાને સાબિત કરે છે. આનાથીરોજગારીમાં વધારો થશે. ગલ્ફ દેશો આપણાં કૃષિક્ષેત્રે થયેલી ક્રાંતિની નોંધ લઇ રહ્યાં છે. ભારત દુનિયામાં ત્રીજા નંબરે સૌથી મોટા અર્થતંત્ર તરીકે ખ્યાતિ મેળવી રહ્યું છે.
વડાપ્રધાને લોકોને નિકાસ વધારવા માટે દરખાસ્ત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેમિનારને સંબોધતા જણાવ્યું હતું કે, કોરોના એપિડેમીકની અસરને ઓછામાં ઓછી કઈ રીતે કરી શકાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આપણી ઇન્ડસ્ટ્રીએ આપણને આગળ વધવામાં મદદ કરી છે. હેલ્થ સેકટરમાં વિકાસ કરી આપણને મહામારી માંથી બહાર લાવ્યા છે. આજે આપણે અર્થતંત્રને લઇ માત્ર આગળ જ નથી આવી રહ્યા પણ નવા ટાર્ગેટ પણ બનાવી રહ્યા છે. બાંગ્લાદેશનો અનુભવ આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે ટ્રેનની સુવિધા મળતા નિર્યાતમાં વધારો થયો છે. નિર્યાતથી જોડાયેલા આપણા દરેક તબક્કામાં, ક્રાંતિમાં રાજ્યોનો મોટો હાથ છે. આ માટે એક હેલ્થી કોમ્પિટિશનને પ્રમોટ કરવામાં આવ્યો છે. દરેક રાજ્યને કોઈ એક પ્રોડક્ટ નિર્યાત માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના કાર્યક્રમમાં નિકાસકારોને સંબોધ્યા ગલ્ફ દેશો આપણી નોંધ લઈ રહ્યા છે- વિદેશપ્રધાન
આ મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે આ ખૂબ જ અદભુત ઇવેન્ટ છે. આ એક મેસેજ છે જે આપણા અર્થતંત્રને 5 ટ્રીલીયન સુધીના લક્ષયાંક તરફની આપણી પ્રતિબદ્ધતાને સાબિત કરે છે. આનાથી રોજગારીમાં વધારો થશે. ગલ્ફ દેશો આપણા કૃષિ ક્ષેત્રે થયેલી ક્રાંતિની નોંધ લઇ રહ્યા છે. ભારત દુનિયાના ત્રીજા નંબરે સૌથી મોટા અર્થતંત્ર તરીકે વિખ્યાતી મેળવી રહ્યું છે. વધુમાં પિયુષ ગોયલે સેમિનારનું સોંબોધન કરતા જણાવ્યું હતું કે છેલ્લા 7 વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિના કામો કર્યા છે. પણ 400 બિલિયન નિકાસનો લક્ષયાંક ભારતના અર્થતંત્રને વધુ ઊંચાઈએ લઈ જશે. અગાવુંના વર્ષની સરખામણી કરીયે તો પણ અમે આ વર્ષે કુલ નિર્યાતના 1/3 ભાગ માત્ર 4 મહિનામાં અચિવ કર્યો છે.