- મીની કરફ્યુ અંગે અમદાવાદ શહેર પોલીસની પત્રકાર પરિષદ
- કરફ્યુના કડક નિયમનનું પાલન કરાશે
- 5 મેં સુધી ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે
અમદાવાદ: જિલ્લામાં જે કરફ્યુ લગાવવવામાં આવ્યું છે તેનું ચુસ્ત પાલન કરાવવવા માટે પોલીસ અધિકારીઓને સૂચના આપેલી છે. આવશ્યક સેવાઓ અને તેને સંલગ્ન કામગીરીને છૂટછાટ મળશે આ ઉપરાંત અન્ય દુકાનો , મોલ, જીમ, તમામ લારીઓ, ગુજરી બજાર સહિતની દુકાનો અને લારીઓ બંધ રાખવામાં આવશે. આવશ્યક સેવા માટે અમદાવાદ પોલીસ દ્વારા એક પહેલ પણ કરવામાં આવી છે. જેમાં ત્રણ પ્રકારના સ્ટીકર વાહન પર લગાવવામાં આવશે જેથી પોલીસને દૂરથી જ ખબર પડી જાય એટલે એ વાહનને રોકવાનો કોઈ પ્રશ્ન ઉભો ના થાય.
આ પણ વાંચો :હવે તો સુધરોઃ અમદાવાદમાં સ્વૈચ્છિક લોકડાઉનની દેખાઇ પાંખી અસર