અમદાવાદઃ કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે (President Gujarat Visit) આજથી 2 દિવસ નેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સનું આયોજન (President Gujarat Visit) કરવામાં આવ્યું હતું. ત્યારે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ કાર્યક્રમનો પ્રારંભ (President in National Judicial Conference) કરાવ્યો હતો. આ કોન્ફરન્સમાં અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રિય કાયદા પ્રધાન કિરણ રિજિજૂ, સુપ્રીમ અને વિવિધ હાઈકોર્ટના ન્યાયાધીશ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંબોધન -રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, હું સોશિયલ સર્વિસમાં આવ્યો તે પહેલા મેં દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં મેં પ્રેક્ટિસ કરી હતી. ન્યાય વ્યવસ્થામાં આપણી પાસે સુપ્રીમ વ્યવસ્થા છે. દરેક લોકો ન્યાય મેળવવાના હકદાર છે. રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યું હતું કે, કોરોના મહામારીથી આપણી લડાઈ હજી ચાલુ છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધન-રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Governor Acharya Devvrat at the National Judicial Conference) આ કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર યોજાયેલી આ કોન્ફરન્સ આગામી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થશે. ભારતના લોકતંત્ર માટે સંસદ, સરકાર અને ન્યાય તંત્ર ખૂબ જ મહત્વના છે. આ ત્રણેયનું પરસ્પર સંકલન ખૂબ જ જરૂરી છે. જો સરકાર અને ન્યાય તંત્ર એક સૂત્રમાં પરોવાઈને બંધાઈને મનની એકતા અને પવિત્રતા સાથે જોડાઈને કામ કરે છે. તો તે રાષ્ટ્રને વિકાસ અને ઉન્નતિને કોઈ રોકી ન શકે. જ્યારે પણ દેશ પર આપત્તિ આવી છે. ત્યારે ન્યાય તંત્રએ પોતાની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી છે. કોરોના કાળમાં ન્યાય તંત્રએ આ જવાબદારીને નિભાવી હતી.
CJIનું સંબોધન- સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમન્નાએ (Supreme Court CJI N. V. Ramanna) જણાવ્યું હતું કે, હું આજે પહેલી વખત ગુજરાત આવ્યો છું. ગુજરાતનો ઈતિહાસ ખૂબ જ ગૌરવશાળી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મોટામાં મોટા વિવાદનું સમાધાન સંવાદથી આવી શકે છે. ADRના માધ્યમથી લોકોની ફરિયાદોનું સમાધાન થશે. દેશે કોરોના કાળમાં ટેકનોલોજીનો સારો ઉપયોગ કર્યો હતો.
મુખ્યપ્રધાનનું સંબોધન-મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં (CM Bhupendra Patel at the National Judicial Conference) જણાવ્યું હતું કે, સરદાર પટેલ એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રતિક છે. આ કોન્ફરન્સ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સિવાય કોઈ ઉત્તમ સ્થાન ન હોઈ શકે. સરદાર વલ્લભભાઈ પટેલે મિડિએશન એટલે કે મધ્યસ્થીકરણથી સમગ્ર દેશને એક કરીને આગવી મિશાલ પ્રસ્તુત કરી હતી. પક્ષકારો વચ્ચેના વિવાદોને અંત લાવવામાં મધ્યસ્થીકરણ કરનારા વ્યક્તિ મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાતના દરેક જિલ્લામાં મિડીએશન સેન્ટર કાર્યરત્ છે. પારિવારિક વિવાદોનું નિવારણ કોર્ટ-કચેરીની બહાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓની દરમિયાનગિરીથી સમાધાન માટે 'ફેમિલી ફર્સ્ટ, સમજાવટનું સરનામું' કોન્સેપ્ટ અપનાવ્યો છે.