અમદાવાદગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દૂંદાળા દેવ એવા ગણેશજીને આવકારવા લોકો આતુરતાથી રાહ જોઈ (ganesh festival 2022 news) રહ્યા છે. બજારમાં પણ ગણેશજીની મૂર્તિઓ ખરીદવા માટે લોકોની ભીડ જામી રહી છે. આ જ સ્થિતિ જોવા મળી રહી છે ગુલબાઈ ટેકરામાં (gulbai tekra ahmedabad). અહીં તૈયાર થતી ગણેશજીની મૂર્તિને ખરીદવા (ganesh chaturthi 2022 august) માટે દૂરદૂરથી લોકો આવી રહ્યા છે. તો અહીં ગણેશજીની મૂર્તિ પર શણગાર સહિતની કામગીરી કરી આખરી ઓપ (ganesh idol making) આપવામાં આવી રહ્યો છે.
મૂર્તિકારોમાં ખુશી આખરે 2 વર્ષ પછી સરકારે 15 ફૂટ જેટલી મૂર્તિની મંજૂરી આપતાં મૂર્તિકારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ગુલબાઈ ટેકરામાં (gulbai tekra ahmedabad) પણ મૂર્તિકારો મોટી સંખ્યામાં મૂર્તિનું (ganesh idol making) વેચાણ કરી રહ્યા છે. ત્યારે આ વખતે મૂર્તિની માગ પણ વધુ છે.
વધુ માગ ઊભી થવાની આશા મૂર્તિકાર વાલજીભાઈ ભાટીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાના કારણે (covid pandemic news) ગણપતિની મૂર્તિની ખરીદી ઓછી જોવા મળી હતી, પણ આ વર્ષે ગણપતિ મૂર્તિ ઉચાઈને લઈને સરકારે છૂટછાટ આપી છે. આના કારણે વેપારી વર્ગ પણ મોટી મૂર્તિ (ganesh idol making) બનાવી રહ્યો છે. વેપારીઓ માની રહ્યા છે કે, કોરોના મહામારીના કારણે માગ ખૂબ ઓછી જોવા મળી હતી, પણ આ વર્ષે માગ વધારે થાય તેવી આશા છે.
અન્ય રાજ્યમાંથી ખરીદી કરવામાં આવે છેવધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગણપતિજી મૂર્તિ ખરીદવામાં માત્ર અમદાવાદ જ નહીં, પણ વડોદરા, સુરત,રાજકોટ,ભાવનગર, જામનગર, અમરેલી સાથે અન્ય રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરળ, કર્ણાટક સહિત લોકો અમદાવાદના ગુલાબાઈ ટેકરા ખાતે ખરીદી કરવા (gulbai tekra ahmedabad) આવી રહ્યા છે.