અમદાવાદ: શહેરના પ્રખ્યાત GMDC ગ્રાઉન્ડ આસપાસના વિસ્તારોના શ્રમિકોને પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી GMDC ગ્રાઉન્ડમાં આસપાસના વિસ્તારોના શ્રમિકો રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ એકઠા થયા હતા અને પોલીસ બંદોબસ્ત ગોઠવીને તેમને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાંથી ટ્રેન દ્વારા તેમને પોતાના વતન મોકલવામાં આવશે.
અમદાવાદના GMDC ગ્રાઉન્ડથી શ્રમિકોને વતન મોકલવાની તૈયારીઓ શરૂ - અમદાવાદના તાજા સમાચાર
ગુજરાતના મોટા શહેરોમાંથી શ્રમિકોને પોતાના વતન મોકલવાનો સિલસિલો યથાવત્ છે. સુરત, રાજકોટ, વલસાડ ઉપરાંત અમદાવાદ શહેરમાંથી પણ શ્રમિકોને એસ.ટી અને ટ્રેન દ્વારા પોતાના વતન મોકલવામાં આવી રહ્યાં છે.
અમદાવાદના GMDC ગ્રાઉન્ડથી શ્રમિકોને વતન મોકલવાની તૈયારીઓ શરૂ
વતન જવા માગતા શ્રમિકોની ગ્રાઉન્ટ ખાતે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ જોવા મળ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસમાં તંત્ર દ્વારા જારી કરાયેલા નિર્દેશ અનુસાર શ્રમિકોને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે, ઘણા શ્રમિકોને હજૂ પણ પોતાના વતન જવામાં તકલીફ પડી રહીં છે.