ગુજરાત

gujarat

ETV Bharat / city

91મી દાંડી યાત્રાને લઈને કોચરબ આશ્રમમાં તૈયારી શરૂ - ગુજરાતના સમાચાર

12 માર્ચ 1930માં સ્વાધીનતાની લડતના પાયારૂપે શરૂ કરાયેલી દાંડી યાત્રાને 91વર્ષ પુરા થવાના છે. ત્યારે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આવી દાંડી યાત્રાને લિલી ઝંડી બતાવી યાત્રાનો પ્રારંભ કરાવશે. ગાંધી આશ્રમની સાથોસાથ બાપુનું બીજું ઘર કોચરબ આશ્રમમાં પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

91મી દાંડી યાત્રાને લઈને કોચરબ આશ્રમમાં તૈયારી શરૂ
91મી દાંડી યાત્રાને લઈને કોચરબ આશ્રમમાં તૈયારી શરૂ

By

Published : Mar 11, 2021, 5:52 PM IST

  • શુક્રવારે વડાપ્રધાન મોદી 91મી દાંડી યાત્રાને આપશે લિલી ઝંડી
  • ગાંધી આશ્રમથી વડાપ્રધાનનું જીવંત પ્રસારણ કરવામાં આવશે
  • મહેસુલ પ્રધાન પણ કોચરબ આશ્રમે આવશે

આ પણ વાંચોઃ12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ગાંધી આશ્રમે આવે તેવી સંભાવના

અમદાવાદઃ શુક્રવારે ગાંધી આશ્રમથી યાત્રાનો પ્રારંભ થયા બાદ યાત્રાળુઓ કોચરબ આશ્રમે આવશે. ઉપરાંત અહીં ગુજરાતના મહેસુલ પ્રધાન કૌશિક પટેલ પણ હાજર રહેશે. જ્યાં ગાંધી આશ્રમથી વડાપ્રધાનનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત અહીં 200 વ્યક્તિઓ બેસી શકે તે માટેની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ વાડાપ્રધાનનું જીવંત પ્રસારણ નિહાળવા માટે મોટી LED ડિસ્પ્લેય લગાડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

91મી દાંડી યાત્રાને લઈને કોચરબ આશ્રમમાં તૈયારી શરૂ

ABOUT THE AUTHOR

...view details