અમદાવાદ: 2022માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ઓને લઇને ભાજપ કાર્યકરોને સક્રિય કરવા વિવિધ તાલીમ શિબિર યોજી રહ્યું છે. અમદાવાદમાં પ્રદેશ ભાજપના જુદા-જુદા મોર્ચાની સંયુક્ત કારોબારી (Ahmedabad bjp morcha meeting) યોજાઈ હતી. જેમાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના ભાજપના અગ્રણી નેતાઓ (Meetings of various fronts of BJP) ઉપસ્થિત રહ્યા હતા.
આગામી ચૂંટણીને લઈને લેશન
વડાપ્રધાન અને ગૃહપ્રધાનના હોમ ટાઉનને જોતા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓમાં સારા માર્જીનથી જીત મહત્ત્વની બની જાય છે. કોંગ્રેસમાં તાજેતરમાં જ સંગઠનમાં પરિવર્તન થતાં ફરીથી માધવસિંહ સોલંકીની 'ખામ' થિયરી (KHAM theory) અમલમાં આવી છે, ત્યારે ભાજપ હવે ફક્ત સવર્ણ મતો પર જીતનો આધાર રાખી શકે નહીં.
આથી ભાજપ હવે પોતાના OBC, SC, ST, લઘુમતી અને મહિલા મોર્ચાને એક્ટિવ કરી રહ્યું છે.
કાર્યકરોને લોકો વચ્ચે જવા આદેશ