ગુજરાત

gujarat

ETV Bharat / city

Sokhda Haridham Controversy : સોખડા સત્તા વિવાદ મામલે પ્રેમ સ્વરૂપ સ્વામીનું મોટું નિવેદન - સોખડા હરિધામ વિવાદ

સોખડા મંદિરના સત્તા વિવાદનો મામલે (Sokhda Haridham Controversy) હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામી તરફથી નિવેદન તેમજ મહત્વની બાંહેધરી (Prem Swaroop Swami Statement) હાઇકોર્ટમાં આપવામાં આવી છે.

Sokhda Haridham Controversy : સોખડા સત્તા વિવાદ મામલે પ્રેમ સ્વરૂપ સ્વામીનું મોટું નિવેદન
Sokhda Haridham Controversy : સોખડા સત્તા વિવાદ મામલે પ્રેમ સ્વરૂપ સ્વામીનું મોટું નિવેદન

By

Published : Aug 5, 2022, 12:19 PM IST

Updated : Aug 5, 2022, 1:06 PM IST

અમદાવાદ :સોખડા સ્વામિનારાયણ મંદિરના સત્તા અને વિવાદનો (Sokhda Haridham Controversy) મામલે ગઈકાલે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથના બંને તરફથી પક્ષની (HC Sokhda Controversy) દલીલો કરવામાં આવી હતી. જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામી તરફથી એક મોટું નિવેદન હાઇકોર્ટમાં આપવામાં આવ્યું હતું. તેમજ પ્રેમ સ્વરૂપ સ્વામી તરફથી કોર્ટમાં એક મહત્વની બાંહેધરી પણ આપવામાં આવી હતી.

આ પણ વાંચો :Sokhda Haridham Controversy: નિવાસ બાબતે જોઇન્ટ ચેરીટી કમિશનરના હુકમને HCમાં પડકારાયો

પ્રેમ સ્વરૂપ સ્વામીનું નિવદેન - પ્રેમ સ્વરૂપ સ્વામીએ જે હાઇકોર્ટમાં મોટું નિવેદન (Prem Swaroop Swami Statement) આપ્યું છે કે, તેમણે પ્રબોધ સ્વામીને કોઈ દિવસ સોખડા હરિધામ તરફથી જવાનું કહેવામાં આવ્યું નથી. સાથે સાથે જો તેઓ સંપ્રદાયમાં માનતા કોઈ પણ ટ્રસ્ટની કોઈપણ જગ્યાએ રહી શકે છે અને નીતિ નિયમોનું ભંગ કર્યા વગર કોઈપણ જગ્યાએ નિવાસમાં સ્થાન મેળવી શકે છે. એવું પણ પ્રેમ સ્વરૂપ સ્વામી તરફથી કહેવામાં આવ્યું હતું. તો સાથે તેમને જો સોખડા હરિધામમાં પાછું આવવું હોય તો પણ તેઓ આવી શકે છે તેવું પ્રેમ સ્વરૂપ સ્વામી તરફથી કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો :Sokhda Haridham Controversy : પ્રબોધ સ્વામી જૂથને HCનો ઝટકો, શું થયું જૂઓ

સોગંદનામું કોર્ટમાં રજૂ - પ્રેમ સ્વરૂપ સ્વામી તરફથી કોર્ટમાં એક મહત્વની બાંહેધરી આપવામાં આવી છે કે, તેઓ નિર્ણયનગર અને બાકરોલમાં રહેતા કોઈપણ સાધુ અને સાધ્વીઓને 22 ઓગસ્ટ સુધી હેરાન કરશે નહીં. તો બીજી બાજુ પ્રબોધ સ્વામીના વકીલ તરફથી પણ કયા નીતિ નિયમો માન્ય છે અને કયા માન્ય નથી તે અંગેનું એક સોગંદનામું પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે જ્યારે ચેરીટી કમિશનર સામે આ સમગ્ર મુદ્દો ચાલી રહ્યો છે, ત્યારે હવે એ જોવું રહ્યું કે 22 ઓગસ્ટે આ સમગ્ર મુદ્દે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, ત્યારે સમાધાનનું (Sokhda Haridham Hearing) વલણ અપનાવવામાં આવે છે કે કોઈ નવો વિવાદ જન્મ મળે છે તે મહત્વનું રહેશે.

Last Updated : Aug 5, 2022, 1:06 PM IST

ABOUT THE AUTHOR

...view details