ગુજરાતમાં પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ-પી.એમ સ્વનિધિ યોજના જાહેર - સીએમઓ
કોરોનાની વિશ્વવ્યાપી મહામારીની સ્થિતિમાંથી સમાજના છેવાડાના એવા લારી-રેંકડીઓમાં ચીજવસ્તુ વેચી ગુજરાન કરનારા-રેલવેમાં સામાન વેચી ફેરી કરનારા સહિતના શ્રમિકોને આર્થિક આધાર આપી બેઠાં કરી આત્મનિર્ભરતાના માર્ગે વાળવા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ-પી.એમ સ્વનિધિ-કેન્દ્ર સરકારે જાહેર કર્યુ છે.
ગુજરાતમાં પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ-પી.એમ સ્વનિધિ યોજના જાહેર
ગાંધીનગર- પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ-પી.એમ સ્વનિધિ યોજના અંગે રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કેન્દ્રીય પ્રધાન હરસીમરત કૌર બાદલ અને ભાજપા રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ વિડીયો કોન્ફરન્સ યોજી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ આ વિડીયો કોન્ફરન્સમાં ગાંધીનગરથી સહભાગી થતાં ગુજરાતે આવા નાના કારીગરો-શ્રમિકો માટે આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ અન્વયે રૂ. ૧ લાખ સુધીની લોન માત્ર બે ટકાના વ્યાજે આપવાની જે સંવેદના દર્શાવી છે તેની ભૂમિકા આપી હતી.