અમદાવાદદિલ્હીની AAP સરકારના મંત્રી રાજેન્દ્ર પાલે શુક્રવારે ધર્મપરિવર્તન અંગેના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભાજપ દ્વારા તેમનાં આ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. આ સમગ્ર મામલે ચૂંટણી પહેલા જ ભાજપ અને આપ વચ્ચે પોસ્ટર વોર સાથે ( poster war between BJP and AAP ) રાજકારણ ગરમાયુ છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં આપ વિરોધી પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે આ મામલે ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ( Pradeep Singh Vaghela reaction ) નું નિવેદન સામે આવ્યું છે.
ભાજપ અને આપ વચ્ચે પોસ્ટર વોર અંગે પ્રદીપસિંહ વાઘેલાની પ્રતિક્રિયા સામે આવી - પોસ્ટર વોર અંગે પ્રદીપસિંહ વાઘેલાની પ્રતિક્રિયા
દિલ્હીમાં આપ સરકારના મંત્રી દ્વારા હિન્દુ દેવીદેવતાઓ વિરુદ્ધ જે પ્રકારે નિવેદન કરવામાં આવ્યું છે તેથી ગુજરાતમાં ભાજપ અને આપ વચ્ચે પોસ્ટર વોર ( poster war between BJP and AAP ) સાથે વિરોધ જોવા મળી રહ્યો છે. આ અંગે ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ( Pradeep Singh Vaghela reaction ) એ પ્રતિક્રિયા વ્યકત કરતાં જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યોનો લોકો ચૂંટણીમાં જવાબ આપશે.
ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડે છે ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા( Pradeep Singh Vaghela reaction )એ જણાવ્યું હતું કે 'જ્યારથી આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ છે ત્યારથી હું જાણું છું કે આ પાર્ટીની કાર્યશીલતા કઈ પ્રકારની છે. આમ આદમી પાર્ટી દેશમાં અરાજકતા ફેંલાવવા માટે અને દેશનું નુકશાન કરનારાથી ચાલે છે. દિલ્લીમાં વોટ બેન્ક મજબૂત કરવામાં કર્યા કરે છે. ભૂતકાળમાં ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે ( poster war between BJP and AAP )એ માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અને ગુજરાતના નેતાઓ કાર્યો કરે છે.દિલ્હીમાં શાહીન બાગ ખાતે નાગરિકતા કાનૂનનો વિરોધ કરતા લોકોને આમ આદમી પાર્ટીના નેતાઓ મળવા જતા હતાં.'
ચૂંટણીમાં જવાબ આપશે તેમણે ( Pradeep Singh Vaghela reaction ) વધુમાં કહ્યું કે 'દિલ્હીના નેતા જાહેર સ્ટેજ પર હિન્દુ ધર્મની લાગણી દુભવે છે. રામ અને કૃષ્ણને ભગવાન તરીકે ન પૂજવા શપથ લેવડાવે છે. બહુમતી સમાજની લાગણી દુભાય તેવું કામ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવે છે. ગુજરાતની જનતા આવા લોકોને ચૂંટણીમાં જવાબ આપશે. આજે જે સમગ્ર આમ આદમી પાર્ટી વિરુદ્ધ પોસ્ટરો ( poster war between BJP and AAP ) જોવા મળી રહ્યા છે. તે હિન્દુ વિરોધી માનસિકતાવાળા આમ આદમી પાર્ટીએ નેતાઓએ નાગરિકતા કાનૂન નો વિરોધ કર્યો છે. જે રીતે આપના મંત્રી દ્વારા હિન્દુ દેવીદેવતાનું અપમાન કરવામાં આવ્યું છે અને હિન્દુ ધર્મ વિરોધી કાર્યો કર્યા છે હિન્દુ સમાજ તેમને ચૂંટણીમાં જવાબ આપશે. અમુક સમાજની વોટ બેન્ક માટે આ પ્રકારના રાજકીય પક્ષો આ પ્રકારના નિવેદન આપે છે.'