અમદાવાદ : રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે, છેલ્લાં 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યમાં વધુ 412 કેસ નોંધાયાં છે. જેમાં ફક્ત અમદાવાદમાં જ 284 કેસો નોંધાયાં છે. સાથે જ રાજ્યના કેટલાક ધારાસભ્યો ગુમ થયાના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
અમદાવાદમાં કોરોનાની મહામારીમાં ભાજપના ધારાસભ્યો ગુમ થયાના પોસ્ટર વાયરલ - ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા
કોરોના વાયરસની મહામારીમાં કેટલાક ધારાસભ્યો ગુમ થયા છે અને વધતા કેસોની વચ્ચે જનતાને ભગવાન ભરોસે મૂકી ધારાસભ્ય ગાયબ થયા છે. તેવા પોસ્ટર યુથ કોંગ્રેસ દ્વારા સોશીયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરના ઠક્કરબાપાનગરના ધારાસભ્ય વલ્લભ કાકડિયા, અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલ, વટવાના ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા, નિકોલના જગદીશ પંચાલ, ખેડાના ધારાસભ્ય દેવુસિંહ ચૌહાણ તથા અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ ખોવાયેલા છે, તેવા પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. કોરોનાની મહામારીમાં વધતા જતા કેસોની વચ્ચે જનતાને ભગવાન ભરોસે મૂકી ગુમ થયા છે તેવો યુથ કોંગ્રેસનો આક્ષેપ છે.
યુથ કોંગ્રેસ દ્વારા આ પોસ્ટ વાયરલ કરી ધારાસભ્ય અને સાંસદ સભ્યને તેમના વિસ્તારમાં કોરોના મહામારી વચ્ચે હાજર ના રહેતા કટાક્ષ કરવામાં આવ્યો છે.