અમદાવાદ :26 મે 2014નો દિવસ ભારતના રાજકારણનો સૌથી મહત્વનો દિવસ આજે માનવામાં આવે છે. આ દિવસે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા. આજે મોદી સરકારને આઠ વર્ષ પૂરા થઇ રહ્યા છે, ત્યારે પાછલા આઠ વર્ષ દરમિયાન દેશમાં અર્થવ્યવસ્થા, સ્વાસ્થ્ય, શિક્ષણ, ખેતી, ખેડૂતો અને મોંઘવારી પર મોદી સરકારના આવવાથી કેવો ફર્ક પડ્યો છે. 13 સપ્ટેમ્બર 2013 દિલ્હીના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર નરેન્દ્ર મોદી આગામી લોકસભાની ચૂંટણીમાં પક્ષના વડાપ્રધાન તરીકેના ચહેરા રૂપે જાહેર કરવામાં આવ્યા હતા. અંતે 2014માં ભાજપના નરેન્દ્ર મોદી સંપૂર્ણ બહુમતી ધરાવતી ભાજપના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. ત્યારે આજે મોદી સરકારના (Modi Govt Performance 8 Years) આઠ વર્ષના કેટલાક લેખા-જોખાનો ખાટો-મીઠો અહેવાલ જોઈએ.
મોદી સરકારના સૂત્રો લોકોને નાખ્યા મુશ્કેલીમાં - વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં મોંઘવારી એકમાત્ર મુદ્દો સામે આવ્યો હતો અને ચૂંટણી પ્રચાર દરમિયાન બહુત હુઈ મોંઘવારી કી માર અબકી બાર મોદી સરકાર આ ચૂંટણી પ્રચારના સૂત્રને મતદારોએ માથે ઉપાડી લીધું હતું. કોંગ્રેસની નિષ્ફળતાઓ ઉપર ભાજપના સૂત્રો પર મતદારોએ મતની મહોર લગાવીને પ્રથમ વખત સંપૂર્ણ બહુમતી વાળી ભાજપની મોદી સરકારને કેન્દ્રમાં સત્તાના સૂત્રો આપ્યા હતા. જે પાછલા આઠ વર્ષ દરમિયાન મોંઘવારીથી લઈને બેરોજગારી માથું ઉંચકી રહી છે જે સામાન્ય લોકોને ખૂબ મુશ્કેલીમાં નાખી રહી છે.
ભારતની અર્થવ્યવસ્થા -નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેનો પદભાર ગ્રહણ કર્યો ત્યારે ભારતની GDP (Modi Government India Economy) અંદાજીત 112 લાખ કરોડની આસપાસ જોવા મળતી હતી. જેમ આજે બમણો વધારો થઈ અંદાજિત 232 લાખ કરોડ રૂપિયા કરતાં પણ વધુ જોવા મળે છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ કહી શકાય કે ભારત સમગ્ર વિશ્વની છઠ્ઠા નંબરની અર્થવ્યવસ્થા બની ચૂકી છે. પાછલા સામાન્ય અંદાજપત્રોમાં ભારતને આગામી 2025 સુધીમાં 5 ટ્રિલિયન ડોલર સુધીની અર્થવ્યવસ્થા પર પહોંચાડવા માટેનો ટાસ્ક કેન્દ્રના નાણાપ્રધાનની સાથે મોદીએ સરકારને આપ્યો છે. જેમાં સફળ થવું વર્તમાન સમયની સતત વધી રહેલી મોંઘવારી અને બેરોજગારી આડા ખીલા રૂપ બની શકે છે. આ ઉપરાંત ભારતમાં ખૂબ જ ચિંતાજનક કહી શકાય તે પ્રકારે 80 કરોડ કરતા વધુ લોકો ગરીબ જોવા મળે છે.
અર્થવ્યવસ્થાને પાટા પર ચડાવવી મુશ્કેલી -મોદી સરકારના સમયમાં વિદેશથી થતી આવકમાં પણ વધારો થયો છે. ભારત જેવા વિકસિત દેશો પોતાના સ્થાનિક વ્યાપારને મજબૂત કરવાની સાથે ભારતીય રૂપિયો વધુ મજબૂત બને તે માટે વિદેશના ઉદ્યોગકારોને ભારતમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા પડે વર્તમાન સમયમાં સમગ્ર દેશની અર્થવ્યવસ્થામાં 45 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે વિદેશી ભંડોળ કારોબારના ક્ષેત્રમાં રોકાયું છે. પરંતુ, તેમાં પાછલા કેટલાક સમયથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જે ભારતીય (Modi Government 8 Years) અર્થવ્યવસ્થાને પાટા પર ચડાવવા માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે.
આ પણ વાંચો :PM મોદીના 8 વર્ષના શાસનમાં અત્યાર સુધી ગુજરાતને શું મળ્યું, જૂઓ
મેક ઇન ઇન્ડિયાનો પ્રભાવ હજુ પણ બિન અસરકારક -વર્ષ 2014માં મોદી સરકાર મેક ઇન ઇન્ડિયાના (Make in India) નામે અનેક યોજનાઓ શરૂ કરી હતી. સરકારનો મકસદ હતો કે, ભારતમાં બનેલી વસ્તુઓને વિદેશી બજાર મળે અને ભારત આયાત કરતા દેશમાંથી નિકાસ કરતો દેશ બને તે માટે મેક ઈન ઈન્ડિયાનો પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. પરંતુ, સૌથી ચિંતાજનક વાત એ છે કે પાછલા આઠ વર્ષ દરમિયાન ભારતમાં નિર્મિત ચીજવસ્તુઓને નિકાસ કરવાને બદલે ભારતમાં 28 લાખ કરોડ રૂપિયાની આયાત કરવી પડી છે, તેવી વિપરીત પરિસ્થિતિ સામે આવી છે. વર્ષ 2014માં વિદેશમાંથી ચીજ વસ્તુઓની આયાત કરવા પાછળ અંદાજે 20 લાખ કરોડ જેટલો ખર્ચ થયો હતો. પાછલા 8 વર્ષમાં મોદી સરકાર પર વિદેશ કર્ઝ પણ વધી રહ્યું છે. પ્રતિ વર્ષ 25 અરબ ડોલરની વિદેશી કરમાં વધારો થઈ રહ્યો છે. વર્ષ 2014 સુધી ભારત પર અંદાજિત 409 અરબ ડોલરનું વિદેશી કર્ઝ હતું. જેમાં વધારો થયો છે અને આ રકમ 615 અરબ ડોલર સુધી પહોંચી ગઈ છે.