અમદાવાદ: સાબરમતી નદીના પ્રદૂષણ (Pollution In Sabarmati River) મામલે હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો મામલે આજે સુનાવણી (suo moto hearing in gujarat high court) દરમિયાન કોર્ટે AMC, GPCB, ઔદ્યોગિક એકમો અને ટાસ્ક ફોર્સની રજૂઆતોને સાંભળી હતી. કોર્ટે ટાસ્ક ફોર્સને નદીની સ્થિતિને સુધારવા પાછળ કેવા પ્રયત્નો કરવાની જરૂર છે? આજ દિન સુધી કેટલા ગેરકાયદે કનેક્શન (illegal connection in sabarmati river) દૂર કરવામાં આવ્યા? તેવા સવાલ કર્યા હતા. બીજી તરફ કોર્ટે ટાસ્ક ફોર્સને સવાલ કર્યો હતો કે, સુનાવણી બાદ અત્યાર સુધી લેવાયેલા પગલાંના પરિણામ સકારાત્મક આવી રહ્યા છે કે નહીં? ટાસ્ક ફોર્સની રજૂઆત સાંભળ્યા બાદ કોર્ટે નોંધ્યું હતું કે, અમે AMC અને GPCB (gujarat pollution control board)ને ભૂતકાળમાં તેમણે કરેલા બ્લન્ડરમાંથી બહાર આવવા એક તક આપી એક રહ્યા છીએ.
GPCBએ કોર્ટમાં કહ્યું- મનપાએ સીલ કરેલા એકમો કાર્યરત
સુનાવણી દરમિયાન GPCBએ અગાઉ મનપાએ તપાસ દરમિયાન સીલ કરેલા એકમો હજી પણ કાર્યરત હોવા અંગે કોર્ટમાં રજૂઆત કરી હતી. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની કોર્ટે મનપાને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. કોર્ટે (gujarat high court on sabarmati river pollution) મનપાને સૂચના આપી હતી કે, જે લોકો નદીમાં પ્રદૂષણ ફેલાવી રહ્યા છે તેઓ ગંભીર ગુનો કરી રહ્યા છે. તેમની સામે પગલાં લો. આવા લોકોની હિસ્ટ્રી સાથે તમામ માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરવા પણ કોર્ટે AMCને સૂચના આપી હતી.
રાજ્ય સરકારને હાઇકોર્ટનો સવાલ
સુનાવણી દરમિયાન કોર્ટે એડવોકેટ જનરલને સવાલ કર્યો હતો કે, સાબરમતી નદીમાં આગામી સમયમાં પ્રદૂષણવાળું પાણી ન ઠલવાય તે માટે કોઈ સૂચન આપી શકે છે? શહેરની આસપાસ કેમ ઇન્ડસ્ટ્રી ઝોન (industrial zone around the city) આવેલા છે? રાજ્ય સરકાર આ વિષયને કઈ રીતે લઈ રહી છે? કોર્ટે આગામી સુનાવણીમાં આ તમામ ઉપર જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો.
છુટા-છવાયા કનેક્શન ટ્રીટમેન્ટ વિના સીધા નદીમાં જોડાયેલા છે
ટાસ્ક ફોર્સ દ્વારા પણ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, સાબરમતી નદીમાં સુવેજ ડ્રેનેજ (sewage drains in sabarmati river) અને CETPની સાથે બીજા પણ કેટલાક છુટા-છવાયા કનેક્શન જોડાયેલા છે. જે કોઈપણ ટ્રીટમેન્ટ પ્રક્રિયામાંથી પસાર થયા વિના સીધા નદીમાં જોડાયેલા છે. તપાસ દરમિયાન આવા 2 સ્થળોએ જોડાણ મળી આવ્યા છે. આ જોડાણો મોટા ભાગે રહેણાંક ડ્રેનેજના જણાઈ આવ્યા છે. કોર્ટે તરત આવા જોડાણોને દૂર કરી જોડાણ કરનારાઓ સામે ક્રિમિનલ પ્રોસીઝર હાથ ધરવા આદેશ કર્યો હતો.
નદીમાં ટોક્સિક એલિમેન્ટનો ઉમેરો થવા નહીં દઈએ: કોર્ટ