ગુજરાત

gujarat

ETV Bharat / city

Pollution In Sabarmati River: રિપોર્ટમાં ખુલાસો, છેલ્લા 3 વર્ષમાં સાબરમતીમાં ડ્રગ રેઝિસ્ટન્સ ઈ-કોલી બેક્ટેરિયાનું પ્રમાણ બમણું થયું - સ્વાસ્થ્ય માટે હાનિકારક

ગુજરાત હાઇકોર્ટે સાબરમતી નદીમાં વધી રહેલા પ્રદૂષણ (Pollution In Sabarmati River)ને લઇને અવલોકનો કર્યા, જેમાં કોર્ટે નોંધ્યું કે સાબરમતી નદીમાં ડ્રગ રિઝિસ્ટન્સ બેક્ટેરિયા (drug resistant bacteria in sabarmati river)નું પ્રમાણ 3 વર્ષમાં બમણું થયું છે. આ બેક્ટેરિયા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આસપાસના વિસ્તારોમાંથી થતી ખેતી-શાકભાજી પણ દૂષિત થાય છે.

Pollution In Sabarmati River: રિપોર્ટમાં ખુલાસો, છેલ્લા 3 વર્ષમાં સાબરમતીમાં ડ્રગ રેઝિસ્ટન્સ ઈ-કોલી બેક્ટેરિયાનું પ્રમાણ બમણું થયું
Pollution In Sabarmati River: રિપોર્ટમાં ખુલાસો, છેલ્લા 3 વર્ષમાં સાબરમતીમાં ડ્રગ રેઝિસ્ટન્સ ઈ-કોલી બેક્ટેરિયાનું પ્રમાણ બમણું થયું

By

Published : Dec 17, 2021, 6:08 AM IST

અમદાવાદ: સાબરમતી નદીમાં વધતા જતા પ્રદૂષણ (pollution in sabarmati river) મામલે ગુજરાત હાઇકોર્ટ (gujarat high court on sabarmati river pollution) કેટલાક અવલોકોનો કર્યા છે. હાઈકોર્ટે નોંધ્યું છે કે, શહેરનું ગટરનું પાણી અને ઔદ્યોગિક ગંદકી સાબરમતી નદીમાં ઠાલવવા (disposal of industrial waste into Sabarmati river)ના કારણે નદીમાં ડ્રગ રેઝિસ્ટન્સ બેક્ટેરિયા (drug resistant bacteria in sabarmati river) અને ટોક્સિક હેવી મેટલની ઉપસ્થિતિ જોવા મળી છે. કોર્ટે પોતાના અવલોકનમાં એ પણ નોંધ્યું છે કે, રીવરબેડમાં ડ્રગ રેઝિસ્ટન્સ બેક્ટેરિયા અને હેવી મેટલના કારણે જળચર સૃષ્ટિના નાશ પામી (aquatic creatures perished in sabarmati river) રહી છે.

3 વર્ષમાં ડ્રગ રેઝિસ્ટન્સ ઈ-કોલી બેક્ટેરિયાનું પ્રમાણ બમણું થયું

નદીમાં ગટરનું પાણી અને ઔદ્યોગિક પાણીટ્રીટમેન્ટ વિના જ સીધેસીધું ઠાલવી દેવાના કારણે જ નદીનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે. નદીના વધતા પ્રદૂષણના કારણે નદીની આસપાસ જનારા લોકો, નદી કિનારે આવેલા ગામો તેમજ, નદીના પાણીથી ખેતી કરનારા લોકોને બેકટેરિયાનો ચેપ લાગવાની સંભાવના (bacterial infection sabarmati river)ખૂબ મોટા પાયે વધી જાય છે. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, રિપોર્ટમાં આવેલા તથ્યો પ્રમાણે છેલ્લા 3 વર્ષમાં નદીમાં ડ્રગ રેઝિસ્ટન્સ ઈ-કોલી બેક્ટેરિયાનું પ્રમાણ બમણું થયું છે. પરિણામે નદી આસપાસ થતી ખેતી શાકભાજી વગેરે પણ બેક્ટેરિયા દૂષિત હોવાનું સામે આવ્યું છે.

આ બેક્ટેરિયા સ્વાસ્થ્ય માટે ઘણા હાનિકારક

નદીના પ્રદૂષણના કારણે લોકો બીમાર થઈ શકે છે. નદીમાં વધતા પ્રદૂષણના કારણે તેની અસર લોકો પર વર્તાઇ રહી છે. આ બેક્ટેરિયા સ્વાસ્થ્ય માટે ઘણા હાનિકારક (harmful to health ) સાબિત થાય તેમ છે. લોહીવાળા ઝાડા ઉલટી ,ખોરાકના પાચનના પ્રશ્નો અને, પેટને લગતી વિવિધ બીમારીઓનું કારણ આ બેક્ટેરિયા બની રહ્યા છે, ડ્રગ રેઝિસ્ટન્સ બેક્ટેરિયા પર દવાઓની પણ વધુ અસર થતી નથી. આ સાથે આજે હાઇકોર્ટે નદીને પુનર્જીવીત કરવા માટે ઘણા મહત્વના સૂચનો આપ્યા છે તે પ્રમાણે પ્રશાસન કામ કરે તો નદીને પુનઃજીવિત કરી શકાય તેવી આશા કોર્ટે વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: Ahmedabad Flower Show 2022:સાબરમતી રિવરફ્રન્ટ આયોજીત ફલાવર શો 2022ને મંજૂરી

આ પણ વાંચો: ગાંધી આશ્રમમાં મુખ્ય 1 એકરની અંદરના એરિયાને રી-ડેવલોપમેન્ટ નહીં થાયઃ રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું

ABOUT THE AUTHOR

...view details