ગુજરાત

gujarat

ETV Bharat / city

આજે 81 નગરપાલિકા, 31 જિલ્લા અને 231 તાલુકા પંચાયત માટે મતદાન - સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2021

આજે રવિવારે રાજ્યની 81 નગરપાલિકા 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેનું પરિણામ મંગળવારે જાહેર થશે. આ ચૂંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ સાથે પ્રથમ વખત ગુજરાતમાં દાવ ખેલનારી આમ આદમી પાર્ટી અને AIMIMએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણી અગાઉ નવેમ્બર 2020માં યોજાવાની હતી, પરંતુ કોરોના વાઇરસના કારણે આ ચૂંટણીની તારીખ બદલીને 28 ફેબ્રુઆરી કરવામાં આવી હતી.

મતદાન
મતદાન

By

Published : Feb 27, 2021, 11:59 PM IST

  • આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી
  • ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં કેદ
  • AAP અને AIMIM પણ મેદાનમાં

આજે રવિવારે રાજ્યની 81 નગરપાલિકા 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેનું પરિણામ મંગળવારે જાહેર થશે. આ ચૂંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ સાથે પ્રથમ વખત ગુજરાતમાં દાવ ખેલનારી આમ આદમી પાર્ટી અને AIMIMએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાજ્યની 6 મહાનગરપાલિકાનું પરિણામ આવ્યું છે. જેમાં આ તમામ 6 મહાનગરપાલિમાં ભગવો લહેરાયો છે. જેથી તમામ લોકોની મીટ આ ચૂંટણીમાં મંડરાઈ છે.

81 નગરપાલિકાની 2,720 બેઠક માટે ચૂંટણી

81 નગરપાલિકાના 680 વોર્ડની 2,720 બેઠક ઉપર ચૂંટણી યોજાશે. જેમાં અનુસૂચિત જાતિ માટે 185, અનુસૂચિત જનજાતિ માટે 107, OBC માટે 269 અને સામાન્ય વર્ગની મહિલાઓ માટે 1,039 બેઠક અનામત રાખવામાં આવી છે. જેમાંથી 92 બેઠક બિનહરીફ થઇ છે.

31 જિલ્લા પંચાયતની કુલ 980 બેઠક

31 જિલ્લા પંચાયતની કુલ 980 બેઠકમાં 63 બેઠક અનુસૂચિત જાતિ, 260 બેઠક અનુસૂચિત જનજાતિ, સામાજિક, OBC માટે 96 અને સામાન્ય વર્ગની મહિલાઓ માટે 278 બેઠક અનામત છે. જેમાંથી 111 બેઠક બિનહરીફ થઇ છે.

231 તાલુકા પંચાયતના 4,774 વોર્ડ માટે ચૂંટણી

231 તાલુકા પંચાયતમાં 4,774 વોર્ડ માંથી અનુસૂચિત જાતિ માટે 344, અનુસૂચિત જનજાતિ માટે 1,232, OBC માટે 463 અને સામાન્ય વર્ગની મહિલાઓ માટે 1,385 બેઠક અનામત રાખવામાં આવી છે. જેમાંથી 92 બેઠક બિનહરીફ થઇ છે.

ચૂંટણી કાર્યક્રમ

  • 8 ફેબ્રુઆરી - જાહેરનામું પ્રસિદ્ધ
  • 13 ફેબ્રુઆરી - ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ
  • 15 ફેબ્રુઆરી - ઉમેદવારી ફોર્મની ચકાસણી
  • 16 ફેબ્રુઆરી - ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ
  • 28 ફેબ્રુઆરી - મતદાન
  • 2 માર્ચ - મતગણતરી

ABOUT THE AUTHOR

...view details