અમદાવાદ- દરેક વ્યક્તિ જ્યારે રાજકારણમાં પ્રવેશે છે. ત્યારે તે કહે છે કે તે લોકોની સેવા કરવા આવ્યો છે. દેશની વર્તમાન સમસ્યાઓને દૂર કરવા આવ્યો છે. ભ્રષ્ટાચારને નાબૂદ કરવા આવ્યો છે. પરંતુ જો ખરેખર દરેક વ્યક્તિ (Politics of Gujarat) આવા જ ઉદ્દેશ સાથે આવ્યો હોય તો લોકોની મુશ્કેલીઓ દૂર કેમ થતી (Discussion on Ethical Politics )નથી?
લાભ મળે ત્યાં જવું - વર્તમાન ચૂંટણીની સિઝનમાં પક્ષપલટુઓ જોવા મળે છે. જ્યારે તે એક પક્ષ સાથે જોડાય ત્યારે તે પક્ષમાં તેને કામ કરવાની મોકળાશ મળશે. તે પક્ષની વિચારધારા દેશ હિતમાં છે. જેવી વાતો કરતો હોય છે. પરંતુ તે જ વ્યક્તિ જ્યારે બીજા પક્ષમાં જોડાય (Politics of Gujarat)ત્યારે જૂના પક્ષમાં તેને અકળામણ થતી હતી. તે પક્ષની વિચારધારા યોગ્ય નહોતી. તેમાં તાનાશાહી છે. જેવા આક્ષેપો કરતા હોય છે. મૂળતઃ તેમાં ફાયદાની વાત અને પોતાનું ભવિષ્ય (Career) જોવાનું હોય છે. એટલે કે વ્યાવસાયિક દ્રષ્ટિની (professionals politicians )વાત છે.
સશક્ત અને અશક્ત-વ્યક્તિ એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં રાજકીય અને આર્થિક લાભ (Politics of Gujarat)લેવા જતા હોય છે. તે મજબૂરીમાં કે સ્વેચ્છાએ પણ જાય છે. ત્યારે આર્થિક અને સંગઠન રીતે સશક્ત પાર્ટી બીજી પાર્ટીના સશક્ત નેતાઓને પોતાની તરફ ખેંચી લે છે. પહેલાના સમયમાં મૂલ્યોની કિંમત હતી. પરંતુ વર્તમાનમાં કયો વ્યક્તિ પાર્ટીને ઉપયોગી થશે ? તે નક્કી કરીને યેનકેન પ્રકારે તેને પાર્ટીમાં (Discussion on Ethical Politics )લાવવામાં આવે છે. ત્યારબાદ તેને કામની સોંપણી કરવામાં આવે છે. જો નક્કી થયું હોય તો હોદ્દો અને પ્રધાનપદ પણ મળે છે.
અબ્રાહમ માસ્લોનો નિયમ -પ્રસિદ્ધ અમેરિકન સાઈકોલોજિસ્ટ અબ્રાહમ માસ્લો જણાવે છે કે, જ્યારે વ્યક્તિની સામાન્ય જરૂરિયાતો સંતોષાઇ જાય. ત્યારે પોતાના ક્ષેત્રમાં સૌ લોકો તેને ઓળખે અને તેના શિખર પર પહોંચવા તે પ્રયત્ન કરતો હોય છે. અત્યારે રાજકારણીઓમાં (Politics of Gujarat) પણ આવું જ જોવા મળે છે. પક્ષમાં કાર્યકર તરીકે જોડાઈને જુદા-જુદા હોદ્દા મેળવવા, અધ્યક્ષ પદ મેળવવું, પ્રધાનપદ મેળવવું વગેરે તેના લક્ષ્ય (Development of political science)હોય છે.