- પાટીદારોનું રાજકારણ અલગ જ પ્રકારનું છે
- પાટીદારોના 42થી 44 ટકા વોટ શેર છે
- લેઉઆ પાટીદાર કડવા પટેલ સીએમને સ્વીકારશે?
અમદાવાદ: ગુજરાતમાં પાટીદારોનો 42થી 44 ટકા વોટ શેર છે. જેથી ગુજરાતમાં પાટીદારોને તમામ પક્ષના રાજકારણીઓ વધુ મહત્વ આપે છે. તાજેતરમાં કડવા પટેલ અને લેઉઆ પટેલ એક થયા અને પાટીદાર સમાજ માટે વિચારવાનો સમય છે. તાજેતરમાં કેન્દ્રમાં મોદી સરકારે પાટીદાર નેતાઓને આગળ કરીને પ્રમોશન આપ્યું હતું, તેમને કેબિનેટ લેવલના પ્રધાનો બનાવ્યા, જેથી કરીને પાટીદારોને રીઝવવાનો એક પ્રયાસ થયો, તેમજ ગુજરાતના નવી સીએમ પણ પાટીદારને બનાવ્યા. તે જ બતાવે છે કે સત્તામાં આવવા માટે ભાજપ હોય કે કોંગ્રેસ કે આપ બધાને પાટીદારની જરૂર પડે છે.
કડવા અને લેઉઆ પાટીદારોનું ગણિત
પાટીદારોની બે પાંખ છે. કડવા અને લેઉઆ. લેઉઆ પટેલો સૌરાષ્ટ્ર-કચ્છમાં વધુ જોવા મળે છે. જ્યારે લેઉઆ પટેલના કુળદેવી ખોડિયાર મા છે, અને તેમણે કાગવડમાં ખોડલધામ બનાવ્યું છે. તેમજ કડવા પટેલોની બહુમતિ વસ્તી ઉત્તર ગુજરાતમાં વસે છે. તેમના કુળદેવી ઉમિયા માતા છે, તે મંદિર ઊંઝામાં છે. અંદાજે જોવા જઈએ તો 40 ટકા લેઉઆની વસ્તી છે, અને 60 ટકા કડવાની વસ્તી છે. તેમનો વૉટ શેર 42થી 44 ટકા જેટલો છે.
7 લેઉઆ પટેલ મુખ્યપ્રધાન બન્યા છે
ગુજરાતના 57 વર્ષના ઈતિહાસમાં જોઈએ તો 16 મુખ્યપ્રધાન આવી ગયા. ભૂપેન્દ્ર પટેલ 17માં મુખ્યપ્રધાન બન્યા છે. તેમાંથી 7 વખત લેઉઆ પટેલ મુખ્યપ્રધાન બન્યા છે, અને આ વખતે પહેલા કડવા પટેલ મુખ્યપ્રધાન બન્યા છે. પાટીદારોની બે ફાડ પણ કડવા અને લેઉઆ પાટીદારોને એક કરવા માટે અનેક વખત બેઠકો થઈ હશે, પણ આ બે સમાજ ભેગા થવામાં ખબર નહી કોઈને કોઈ અડચણ આવી જાય છે. તાજેતરમાં જ વિશ્વ ઉમિયા ધામમાં બેઠક પણ થઈ હતી.
પાટીદાર સમાજ એક થાય તો સવા રૂપિયો થાય
ડેપ્યુટી સીએમ નીતિન પટેલે માણસામાં સામાજિક સમારોહમાં કહ્યું હતું કે, માણસા આસપાસ પાટીદારોમાં પાવલી અને રૂપિયો સમાજ છે, અને આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર મીટિંગમાં પુછતાં હતા કે હવે પાવલી અને રૂપિયો ભેગા થાય તો સવા રૂપિયો થાય. ગુજરાતી સંસ્કૃતિમાં સવા શુંકનવંતુ સ્થાન છે. આથી તમામ પાટીદાર સમાજે એક થવાની જરૂર છે. જો તમામ એક થાય તો હું તે અંગે મારી પાર્ટીમાં વાત કરીશ કે બધા ભેગા થઈ ગયા છે.
ભાજપ એટલે પાટીદાર
તાજેતરમાં કેન્દ્રના પ્રધાનમંડળનું વિસ્તરણ બાદ આરોગ્ય પ્રધાન મનસુખ મનસુખ માંડવિયા રાજકોટ આવ્યા હતા. તેઓએ રાજકોટમાં જનઆશીર્વાદ યાત્રા દરમિયાન પાટીદાર સંમેલનમાં સંબોધન કર્યું હતું કે ભાજપ એટલે પાટીદાર અને પાટીદાર એટલે ભાજપના જેને લઇને ફરી એકવાર પાટીદાર સમાજ ચર્ચામાં આવ્યો હતો. તેમજ છેલ્લા ઘણા સમયથી પાટીદારોની પણ માંગણી હતી કે રાજ્યમાં સીએમ પાટીદાર સમાજના બનાવવામાં આવે, ત્યારે ભાજપ દ્વારા ભૂપેન્દ્ર પટેલને નવા સીએમ બનાવવામાં આવ્યા છે. મુખ્યત્વે પાટીદારોમાં લેઉવા અને કડવા એમ બે ભાગ પડે છે. ત્યારે કડવા પાટીદારને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે. જેની અસર સૌરાષ્ટ્રની પાટીદારો બેઠકો પર પડી શકે છે.