ગુજરાત

gujarat

By

Published : Aug 27, 2020, 7:18 PM IST

ETV Bharat / city

નીતિ આયોગનો રિપોર્ટઃ ગુજરાત એક્સપોર્ટ પ્રીપ્રેર્ડનેસમાં દેશમાં નંબર-1

નીતિ આયોગે બહાર પાડેલા એક્સપોર્ટ પ્રીપ્રેર્ડનેસ ઇન્ડેક્સ-2020માં ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહેવાની ગૌરવ સિદ્ધિ મેળવી છે. આ ઇન્ડેક્સ રેન્કિંગ ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસના આધાર પર કરવામાં આવેલું દેશનું પ્રથમ એક્સપોર્ટ પ્રીપ્રેર્ડનેસ ઇન્ડેક્સ રેન્કિંગ છે અને તેમાં ગુજરાતે દેશના બધાં જ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી વધુ માનાંક મેળવીને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

નીતિ આયોગનો રીપોર્ટઃ ગુજરાત એક્સપોર્ટ પ્રીપ્રેર્ડનેસમાં દેશમાં નંબર વન
નીતિ આયોગનો રીપોર્ટઃ ગુજરાત એક્સપોર્ટ પ્રીપ્રેર્ડનેસમાં દેશમાં નંબર વન

અમદાવાદઃ એક્સપોર્ટ પ્રીપ્રેર્ડનેસ ઇન્ડેક્સ રેન્કિંગ માટે 50 જેટલા માપદંડ નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યાં હતાં. ગુજરાતે એક્સપોર્ટ પ્રીપ્રેર્ડનેસમાં 75.19નો સ્કોર મેળવ્યો છે. સાથે ગુજરાત બિઝનેસ ઈકોસિસ્ટમ પિલરમા પણ 90.61 ટકા સ્કોર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. પણ અન્ય ત્રણ મહત્વના માપદંડ પૉલિસી પિલર, એક્સપોર્ટ ઈકોસિસ્ટમ પિલર અને એક્સપોર્ટ પરફોર્મન્સ પિલરમાં ગુજરાતનો નંબર પાછળ રહ્યો છે.

નીતિ આયોગનો રીપોર્ટઃ ગુજરાત એક્સપોર્ટ પ્રીપ્રેર્ડનેસમાં દેશમાં નંબર વન
ગુજરાતે આ ઇન્ડેક્સમાં જુદા જુદા પેરામીટર્સના જે મહત્વપૂર્ણ પેરામીટર્સમાં અગ્રીમ સ્થાન મેળવ્યું છે. તેમાં એક્સપોર્ટ પ્રમોશન પોલિસી, બિઝનેસ એન્વાયરમેન્ટ આર.એન્ડ ડી સપોર્ટ, એક્ષપોર્ટ ડાયવર્સીફિકેશન, ઇન્ફ્રાસ્ટ્કચર તથા ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી વગેરેનો સમાવેશ થાય છે. દેશના ભૌગોલિક ભૂ-ભાગના 6 ટકા અને કુલ વસ્તીના 5 ટકા ધરાવતાં ગુજરાત અને ગુજરાતીઓમાં ઊદ્યોગ સાહસિકતા અને વેપાર કુશળતાના જન્મજાત ગુણ DNA પડેલા છે. વેપાર-ઊદ્યોગ કુશળતાની આગવી પરિપાટીએ ગુજરાત દેશના GDPના 8 ટકા અને ઇન્ડસ્ટ્રીયલ આઉટપૂટના 17 ટકા હિસ્સો ધરાવે છે. રાજ્યમાં 1600 કિ.મી.નો વ્યૂહાત્મક દિરયા કિનારો સામૂદ્રીક વૈશ્વિક વેપાર-વણજ માટે ‘‘ગેટ વે ટુ ધ વર્લ્ડ’’ બન્યો છે. 48 જેટલા મોટા બંદરગાહ સાથે દેશની કુલ નિકાસના 20 ટકા હિસ્સો એકલું ગુજરાત આપે છે. એટલું જ નહીં, વિશ્વના 180થી વધુ દેશોમાં માલ-સામાન અને સેવાઓ-સર્વિસીસની જરૂરિયાત ગુજરાત પુરી પાડે છે.
નીતિ આયોગનો રીપોર્ટઃ ગુજરાત એક્સપોર્ટ પ્રીપ્રેર્ડનેસમાં દેશમાં નંબર વન
દેશની કુલ કાર્ગો વહનક્ષમતાના 40 ટકા ગુજરાત વહન કરે છે. ભારતનું સૌથી મોટું કોમર્શિયલ પોર્ટ મૂન્દ્રા પણ ગુજરાતમાં આવેલું છે અને તેણે વિશાળકાય કન્ટેઇનર જહાજોના આવાગમનથી ગુજરાતને કાર્ગો વહન કેપેસિટીમાં અગ્રીમતા અપાવેલી છે. વિશ્વની 500 ફોરચ્યુન કંપનીઝમાંથી 60 જેટલી કંપનીઓએ પોતાના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કારોબાર માટે ગુજરાત પર પસંદગી ઉતારી પોતાના એકમો કાર્યરત કર્યા છે. ગુજરાતે સતત બે વર્ષ 2018 અને 2019માં લોજિસ્ટીકસ ઇઝ અક્રોસ ડીફરન્ટ સ્ટેટસ LEADS ઇન્ડેક્સમાં પણ પ્રથમ સ્થાન મેળવેલું છે. ગુજરાત સરકારે ઉદ્યોગ નીતિ 2020માં પણ નિકાસલક્ષી બાબતોનું મહત્વ સ્વીકારી 100 ટકા એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટસને થ્રસ્ટ સેક્ટર તરીકે આઇડેન્ટીફાય કરેલા છે તેમ જ વધારાની કેપિટલ સબસિડી માટે પાત્ર ગણેલા છે.
નીતિ આયોગનો રીપોર્ટઃ ગુજરાત એક્સપોર્ટ પ્રીપ્રેર્ડનેસમાં દેશમાં નંબર વન
ઔદ્યોગિક આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ નિકાસને પણ વેગ આપનારી હોય છે. ઇન્વેસ્ટ ઇન્ડિયાએ મે-2020માં બહાર પાડેલા ગ્રેટ પ્લેસીસ ઓફ મેન્યૂફેકચરીંગ ઇન ઇન્ડિયા ફોર મલ્ટિનેશનલ્સમાં પણ ગુજરાતના વિવિધ સ્થળોને ઊદ્યોગ સંસ્થાપન માટે શ્રેષ્ઠ જાહેર કરેલા છે. તેમાં દહેજનો ભારતનો પ્રથમ પી.સી.પી.આઇ.આર, સાણંદ-માંડલ બેચરાજીમાં ઓટો મોબાઇલ એન્ડ ઓટો કમ્પોનન્ટસ તેમ જ હાલોલમાં ડ્રગ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ તથા સાણંદમાં ઇલેકટ્રોનિકસ અને કન્ઝયુમર એપ્લાયન્સીસ પ્રોડકટ ઉત્પાદન વગેરે સ્થળોને આવરી લેવાયા છે. સરકારે રાજ્યમાં સિંગલવીન્ડો કલીયરન્સ સિસ્ટમ, પારદર્શી પ્રશાસન અને રિકમન્ડેશન નહીં રિફોર્મ્સની જે નીતિ અપનાવી છે તેના પરિણામે રાજ્યમાં વિદેશી ઔદ્યોગિક રોકાણો પણ મોટા પાયે પ્રેરિત થયાં છે અને ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. આ રોકાણો એક્સપોર્ટના વ્યાપક વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ નિર્માણ કરે છે. ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડ-DPIITના અહેવાલો મુજબ ગુજરાતે આવા ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેનીયોર મેમોરેન્ડમ IEM મેળવવામાં પણ લીડ લીધી છે. 2015થી 2019ના વર્ષ દરમિયાન આવા IEMમાં પાંચ ગણો વધારો થયો છે. ગુજરાતે ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ FDIમાં પણ 2019-20ના વર્ષમાં 240 ટકાનો વધારો મેળવીને વિક્રમ સ્થાપિત કર્યો છે. નીતિ આયોગ દ્વારા એક્સપોર્ટ પ્રીપેર્ડનેસ ઇન્ડેક્સમાં મળેલું આ પ્રથમ સ્થાન નવું બળ પૂરશે.

ABOUT THE AUTHOR

...view details